તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:શહેરના ચિકિત્સાલયોમાં ધન્વંતરિ પૂજન સાથે ધનતેરસ ઉજવાઇ

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્વામિનારાયણ આૈષધાલયમાં સંતોના હસ્તે હોમ, હવન કરાયા

હિન્દુ શાસ્ત્ર મુજબ સમૃદ્ર મંથન દરમિયાન આસો વદ તેરસે આરોગ્ય જાળવવવા ઉપયોગી આયુર્વેદ આપનારા દેવ અવતર્યા હતા, જેથી એ દિવસને ધનતેરસ કે ધનવન્તરી તેરસ તરીકે ઉજવવામાં આવે છે. ભુજ સ્વામિનારાયણ આૈષધાલય આયુર્વેદથી દર્દીઓના ઉપચાર કરે છે, જેથી સંતોએ દાયકાઓની પરંપરાને અનુસરતા શુક્રવારે હોમ હવનનું આયોજન કર્યું હતું.

ધનવંતરી અમૃત એટલે કે જીવનનું વરદાન લઈને પ્રગટ થયા હતા. તેઓ આયુર્વેદના જાણકાર પણ હતા, જેથી તેમને આરોગ્યના દેવતા માનવામાં આવે છે. માન્યતા મુજબ ધનતેરસે જેટલું ખરીદીએ એમાં 13 ગણી વૃદ્ધિ થાય છે. ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા દાયકાઓ પહેલા આયુર્વેદથી ઉપચાર કરવા માટે સ્વામિનારાયણ આૈષધાલયની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં ડોકટર સ્વામી, નારાણમુનિ સ્વામી, નરનારાયણદાસ સ્વામી, ભક્તિજીવનદાસ સ્વામી, ઘનશ્યામસ્વરૂપદાસ સ્વામીએ ધનવન્તરી દેવની હોમ હવનથી પૂજા કરી હતી.

સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં પણ કાર્યક્રમ સંપન્ન
ભુજની જિલ્લા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે ધનતેરસે ધન્વંતરિ પૂજન કરાયું હતું. જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.કમલેશ જોશીએ પૂજા કરી સમગ્ર વિશ્વના લોકોના નિરોગી સ્વાસ્થય માટે કામના કરી હતી. હોસ્પિટલના તબીબો ડો.ઉર્વશિ મોદી, ડો.પાવન ગોર તથા ડો.વાસંતી જાદવે સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે આયુર્વેદ ચિકિત્સકો ડો.રામ ગઢવી, ડો.અમિત ત્રિપાઠી, ડો.અનિલ મજેઠીયા, ડો.વર્ષા મજેઠિયા, ડો.જય અંજારિયા, ડો.આલાપ અંતાણી, ડો.જિજ્ઞેશ ઠકકર, ડો.મયુર ઉદેચા, ડો.ધર્મેશ ગોસ્વામી, ડો.અંકિતા ગોસ્વામી વગેરે હાજર રહ્યા હતા. રેખા સોરઠિયા, ક્રિષ્ના ગોર, કિંજલ ગોર, મીરાં ખત્રી તથા મીત ભીંડેએ આયોજન સંભાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો