તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્ટ કૌભાંડ:દિલ્હીથી ડી.જી. સહિત ત્રણ જણાની ટીમ આજે ભુજ આવશે, બહુ ગાજેલા ગેરરીતિ કાંડમાં વધુ કડાકા-ભડાકાની શક્યતા

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • મુખ્ય સૂત્રધાર, તેની પત્ની સામે સકંજો કસવા ધમધમાટ: કશુ નથી થવાનું તેવી શેખી મારતા માસ્ટર માઇન્ડ પર કાર્યવાહી થશે ?

કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં બહુ ગાજેલા રાવલવાડી પોસ્ટ ઓફિસના રૂ.8.25 કરોડના ગફલાને લઇને રવિવારે દિલ્હીથી ડાયરેક્ટર જનરલ (ડી.જી.) સહિત ત્રણ જણાની ટીમ ભુજ આવતી હોઇ આ પ્રકરણમાં વધુ કડાકા-ભડાકા થવાની શક્યતા સેવાઇ રહી છે.

એજન્ટ અને ટપાલ વિભાગના કર્મચારીઓની સંડોવણીથી આચરાયેલા કૌભાંડના પગલે ટપાલ વિભાગ હાલે ઉંધા માથે છે. તાજેતરમાં આવેલા પોસ્ટ માસ્તર જનરલે તપાસ બાદ ગોબાચારીનો આંક વધશે તેવી શક્યતા દર્શાવી સી.બી.આઇ. તપાસની વાત કરી હતી પરંતુ નવાઇની વાત એ છે કે, હજુ સુધી મુખ્ય ભેજાબાજ સચિન શંકરલાલ ઠક્કર અને તેની પત્ની પ્રજ્ઞા (પોસ્ટ એજન્ટ) સામે કોઇ પગલા ભરાયા નથી. માત્રને માત્ર ટપાલ વિભાગના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.

આ સમગ્ર મામલે છેલ્લા લાંબા સમયથી અંદરખાને તપાસની ગતિવિધિ તેજ બની છે અને તા.7-2, રવિવારના બપોર બાદ દિલ્હીથી ડાયરેક્ટર જનરલ સહિત ત્રણ જણાની ટીમ ભુજ આવી પહોંચશે. સૂત્રોનું માનીએ તો રવિવારે નાણાકીય ગેરરીતિમાં વધુ કડાકા-ભડાકા થાય તેવી શક્યતા છે. અત્યાર સુધી મને કશુ નથી થવાનું તેવી શેખી મારતો સચિન અને તેની પત્ની સામે ગાળિયો કસવા આજે કોઇ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા સેવાઇ રહી છે. જો કે, રવિવારે દિલ્હીથી ટીમ આવે છે કે કેમ તે અંગે ટપાલ વિભાગના અધિક્ષક મહેશ પી. પરમારનો સંપર્ક સાધતા તેમણે કોઇ જ રિપ્લાય આપ્યો ન હતો.

20 વર્ષથી રૂમમાં બંધ વાઉચરો ફંફોસાયા
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મોડે મોડે જાગેલા ટપાલ વિભાગે હાલે આ પ્રકરણને લઇને તપાસની ગતિ તેજ કરી છે. છેલ્લા 20 વર્ષથી એક બંધ રૂમમાં પડેલા વાઉચરો પણ ફંફોસ્યા છે અને પતિ-પત્ની સામે વધુમાં વધુ પૂરાવા એકત્ર કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે.

વાહનવ્યવહારની સુવિધા ન હોવાથી પ્રથમ સસ્પેન્ડ કર્મી ધોળાવીરા ઉંટ પર જઇને હાજર થયા
ટપાલ વિભાગે અત્યાર સુધી ત્રણ સબ પોસ્ટ માસ્તરોને સસ્પેન્ડ કર્યા છે, આ કૌભાંડમાં તેમની પ્રત્યક્ષ, પરોક્ષ કેટલી ભૂમિકા છે તે તો તપાસનો વિષય છે પરંતુ સૌપ્રથમ સસ્પેન્ડ મૂળ રાજસ્થાનના બિપિનચંદ્ર રાઠોડ આર્મીમાં તબીબ હતા અને જયારે વાહનની કોઇ સગવડ ન હતી ત્યારે ઉંટ પર ધોળાવીરામાં પ્રથમ વખત ફરજ પર હાજર થયા હતા. તો વળી અન્ય કર્મીઓમાં વિનય દવે માતાના મઢમાં નવરાત્રિએ હવન ટાંકણે આચાર્યપદે રહી નિ:શુલ્ક સેવા આપતા આવ્યા છે અને બટુક વૈષ્ણવ સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો