ચૈત્રની શરૂઆત:નારાયણ સરોવરમાં પિતૃ કાર્ય માટે ભાવિકો ઉમટ્યા

નારાયણ સરોવરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૈત્ર માસને પિતૃ કાર્ય માટે ઉત્તમ મનાય છે

પિતૃ કાર્ય માટે ચૈત્ર માસને ઉત્તમ માનવામાં આવે છે. ચૈત્રની શરૂઆત થતા જ નારાયણ સરોવરમાં પિતૃ કાર્ય માટે ભાવિકો ઉમટી રહ્યા છે. ચૈત્ર ચૌદસના ભીડ જોવા મળી હતી અને પૂનમના બહોળી સંખ્યામાં ભાવિકો રહેશે અને પવિત્ર સરોવર કિનારે સવારથી જ ભારે ભીડ જામશે.

યજમાનોએ સરોવર કિનારે આવેલા સ્થાનો પૂજા માટે બુક કરાવી લીધા છે તેમજ સરોવરનામાં સ્નાનનો લ્હાવો પણ લેશે. બે વર્ષ કોરોનાના વેપારીઓના ધંધામાં મંદી જોવા હતી, જે હાલમાં દુકાનોમાં રોનક પરત જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...