તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લખપત તાલુકામાં રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાના હસ્તે શાસ્ત્રોક વિધિ સાથે કરવામાં આવ્યું હતું જેમાં લખપત તાલુકાના નરા ગામથી બીઓપી માર્ગ , ગુંદર ખાતે એપ્રોચ માર્ગ અને માતાનામઢના ખટલાભવાની માર્ગના નવ નિર્માણ માટે તેમજ ઘડુલી ખાતે આકાર પામનાર નૂતન પશુ દવાખાના સંકુલનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જાડેજાએ તાલુકામાં વિકાસ લક્ષી કામો કરતા રહેવાનો કૉલ આપ્યો હતો ઉપસ્થિત વિવિધ ગામના ગ્રામજનોએએ આ કર્યો બદલ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે યોજાયેલા ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન નિમિતે લખપત તાલુકાના નરા, માતાનામઢ, ગુંદર વગેરે ગામોના આગેવાનો સાથે તાલુકા ભાજપ પ્રમુખ વેરસલજી તુવર , રાજીભાઈ સરદાર, સુરેન્દ્રસિંહ જાડેજા, સવાઈલાલ પુરોહિત, વી.બી. સોઢા, નીતિન પટેલ, સુરુભા જાડેજા, જશુભા જાડેજા, જી.પ.સભ્ય કરસનજી જાડેજા, માર્ગ મકાન વિભાગના મેહુલ ભટ્ટ , ગુલાબસિહ સોઢા, શાંતુંભાઈ શાહ, રતનજી જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.