કામો વિલંબમાં પડ્યા:શિડ્યુલ ઓફ રેટ બજાર ભાવ કરતા નીચા હોઈ વિકાસ કામો અટક્યા

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છતી ગ્રાન્ટે ભુજ નગરપાલિકાના 12થી વધુ કામો વિલંબમાં પડ્યા
  • ​​​​​​​ટેન્ડર અપસેટ પ્રાઈઝથી 30થી 50 ટકા ઊંભા ભાવે અાવવા લાગ્યા

સરકારી બાંધકામના કામોમાં ટેન્ડરની અપસેટ પ્રાઈઝ અેસ.અો.અાર. મુજબ નક્કી થતી હોય છે. પરંતુ, બાંધકામમાં ઉપયોગી અને અનિવાર્ય ચીજ વસ્તુઅોના બજાર ભાવ કરતા અેસ.અો.અાર.ના ભાવ ખૂબ જ નીચા છે, જેથી ભુજ નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વિકાસ કામોના બાંધકામ છતી ગ્રાન્ટે અટકી ગયા છે. જિલ્લા મથક ભુજમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગની કચેરી છે. જેના દ્વારા સરકારી બાંધકામના વિકાસ કામોમાં ઉપયોગી અને અનિવાર્ય ચીજ વસ્તુઅોના ભાવ નક્કી કરાયા છે.

જેને સિડ્યુલ અોફ રેટ અેટલે કે અેસ.અો.અાર. કહેવામાં અાવે છે. જે ભાવોને ધ્યાનમાં રાખીને સરકારી કચેરીઅો બાંધકામના ટેન્ડરની અપસેટ પ્રાઈઝ નક્કી કરે છે. પરંતુ, બજારમાં બાંધકામમાં ઉપયોગી અને અનિવાર્ય ચીજ વસ્તુઅોના ભાવ અેસ.અો.અાર. કરતા ખૂબ જ ઊંચા છે, જેથી ઠેકેદારો ઊંચા ભાવે ટેન્ડર ભરી રહ્યા છે. ટેન્ડર ખોલવામાં અાવે ત્યારે અપસેટ પ્રાઈઝથી 30થી 50 ટકા ઊંચા ભાવ નીકળે છે. જે ભાવે કામ કરાવવું હોય તો ભુજ નગરપાલિકાઅે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગમાંથી પૂર્વ મંજુરી લેવી પડે. મંજુરી લેવાની પ્રક્રિયામાં ખૂબ જ લાંબો સમય નીકળી જતો હોય છે અને મંજુરી મળશે કે નહીં અે પણ નક્કી નથી હોતું.

વધુ અેક ટેન્ડરમાં 32 ટકા ઊંચા ભાવ અાવ્યા
ભુજ નગરપાલિકાઅે ચંગલેશ્વર ટાંકો બનાવવા ટેન્ડર મંગાવ્યા હતા. જે ખોલતા 42 ટકા ઊંચા ભાવ નીકળ્યા હતા. હવે પાણી વિતરણ શાખાના અેરવાલ્વના ટેન્ડર ખોલતા 32 ટકા ઊંચા ભાવ અાવ્યા છે, જેથી પદાધિકારીઅો અને વહીવટી અધિકારી અનિવાર્ય કામો પણ હાથ ઉપર લઈ નથી શકતા.

અન્ય સમાચારો પણ છે...