માંગણી:કંથકોટ કંથડનાથજી મંદિરને પ્રવાસનધામ તરીકે વિકસાવો

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસન વિભાગને કરાયેલી દરખાસ્ત તળે કાર્યવાહી કરવા માંગ
  • રાપરના ધારાસભ્યઅે રાજ્યના મુખ્યમંત્રીને કરી રજૂઅાત

રાપર તાલુકાના કંથકોટમાં અાવેલા પ્રાચીન કંથડનાથજી મંદિરને પ્રવાસનધામ તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગમાં દરખાસ્ત પણ મોકલી અાપવામાં અાવી છે, જેને લાંબો સમય થવા અાવ્યો છતાં અા દિશામાં કોઇ નિર્ણય લેવાયો નથી. પ્રાચીન સાંસ્કૃતિક વારસો ધરાવતા કંથકોટના ઐતિહાસિક ડુંગર ઉપર પ્રાચીન કંથડનાથજીનું મંદિર અાવેલું છે જયાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઅો, સહેલાણીઅો અાવતા હોય છે. કંથકોટ વિસ્તારને પ્રવાસનધામ તરીકે પસંદગી કરવા અંગે કચ્છ જિલ્લા પ્રવાસન સમિતિની તા.20/7/19ના મળેલી બેઠકમાં સર્વ સમંતિથી બહાલી અાપવામાં અાવી છે.

ત્યારબાદ તા.18/9/19ના મેનેજિગ ડિરેકટર ગુજરાત પ્રવાસન નિગમ લીમિટેડને દરખાસ્ત કરાઇ હતી. તા.24/10/19ના ધ્યાને આવેલા મુદ્દા, કરવાના થતાં કામો અંગેની પુન: દરખાસ્ત મોકલાવાઇ છે તેમ છતાં અા દિશામાં અાજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં અાવી નથી. દરખાસ્ત અન્વયે તાત્કાલિક કાર્યવાહી કરવા અને અા સ્થળને પ્રવાસનધામ તરીકે વિકસાવવા રાપરના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સચિવ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને લેખિત રજૂઅાત કરી છે.