તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:કાળા ડુંગર પર તંબુરો વગાડતા પ્રવાસીઓમાં પ્રસિધ્ધ દેવા કાકા

ભુજએક મહિનો પહેલાલેખક: ડો. પૂર્વી ગોસ્વામી
 • કૉપી લિંક
 • આધુનિક સંગીતવાદ્યોની તુલનાએ પરંપરાગત વાદ્યોની ચમક ઝાંખી ન પડે તે માટે પ્રયત્નશીલ છે મૂળ ધોળાવીરાના આ લોકગાયક

દત્ત ભગવાનના દર્શનાર્થે કાળા ડુંગર ગયેલા તમામ પ્રવાસીઓએ તસવીરમાં દેખાતા સંતાર વાદ્ય વગાડતા કાકાને ગાતા જોયા હશે. ‘તંબુરાવાળા કાકા’ તરીકે ઓળખાતા દેવાભાઇ સંજોટ મૂળ ધોળાવીરાના છે. છેલ્લાં 4 વર્ષથી તેઓ ખાવડા સ્થાયી થયા છે. દેવાભાઇ સાથે ભાસ્કરે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે ‘ગાયન એ મારો નિજી શોખ છે અને મેં ગાવાનું કોઈ પાસે શીખ્યું નથી. હું નાનો હતો ત્યારે મારા દાદા વિવિધ લોકગીતો ગાઈને સંભાળવતા તેમને સાંભળીને હું મોટો થયો છું.’

દેવાકાકા, કાળા ડુંગર પ્રવાસે આવનારા દરેક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. પ્રવાસીઓ લોકલ હોય કે વિદેશી, સૌને કાકા સુંદર ગાયન દ્વારા મનોરંજન પીરસે છે. ક્યારેક સહેલાણીઓ પણ તેમની સાથે મંત્રમુગ્ધ બનીને ગાતા હોય છે તો ક્યારેક ડાન્સની મહેફિલ જામે છે. આવનાર સૌ પ્રવાસી તેમના વિડીયો, ઓડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કરે છે અને પોતાના ફોટો પડાવીને કાકા સાથેની યાદ સાથે લઈને જાય છે.

તહેવાર - રજાઓના દિવસ કે રણ ઉત્સવની સીઝનમાં દરમિયાન પ્રવાસીઓ વધારે હોય છે ત્યારે દેવાકાકા પણ વ્યસ્ત હોય. દેવાકાકા માત્ર લોકગીતો ગાય છે એટલુ જ પૂરતું નથી, ઘણીવાર તેમણે ગયેલા ગીતોનો અર્થ પ્રવાસીઓને દ્રષ્ટાંતો આપીને સમજાવતા હોય, . સંતાર વાદ્યને ઘણીવાર લોકો ‘તંબૂરો’ તરીકે ઓળખાવે છે. તે સૂફી અને સિંધી ગાયકી સાથે જોડાયેલુ વાદ્ય છે. આરાધીવાણીના અસંગી દેવાકાકા હાલ કચ્છી, રાજસ્થાની લોકગીતો ઉપરાંત કબીરના દોહા, જીવણબાઈના ભજન, રામદેવ પીરના ગીતો ગાય છે. સંતારની સાથે કરતાલ, મંજીરાં, ઘડો, તગારો પણ વગાડતા હોય છે. રણ ઉત્સવના ઓફિસીઅલ ફેસબુક પેજ પર પણ તેમને બેથી ત્રણ વાર બતાવાયું છે.

કાકા કહે છે કે, ‘હું નામ માટે નથી ગાતો. સંગીત પ્રત્યે મને અનોખી લગની છે. પરંપરાગત કળાને સાચવી રાખવાની મારી નેમ છે જેને હું કાયમ રાખવા માંગુ છું. આજ સુધી મેં મારા સંગીતને વેંચવાના પ્રયાસો નથી કર્યા અને કોઈ દિવસ કોઇની પાસે ગાવાના બદલામાં રૂપિયા નથી માંગ્યા. ખુશીથી મળતી બક્ષિસને મેં પ્રભુના આર્શિવાદ સમજીને સ્વીકાર્યા છે.’ ભીડ હોય તો પાંચસો કે તેથી વધુ; નહીં તો સો-બસ્સો રૂપિયા જેટલી કમાણી થતી હોય છે. 3 દીકરા અને 2 દીકરી છે. બધા પરણી ગયા; તેમના પત્ની ભરતકામના બેનમૂન કારીગર છે અને મોટો દીકરો લેધર આર્ટિસ્ટ છે.

કચ્છની પરંપરાગત કળાનું સંવર્ધન ખૂબ જરૂરી
કચ્છના મૂળ સંગીત અને લોક્વાદ્યોની મહેફિલ વિદેશીઓમાં આજે પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. કચ્છનું સંગીત અને તેના વાદ્યો અન્ય સ્થળો કરતાં નોખા પડે છે ભલે અન્ય સંગીત શૈલીઓની જેમ પ્રખ્યાત નથી પણ આજે કચ્છવાસીઓ તેના સંવર્ધન માટે સીધા કે પરોક્ષ પ્રયાસો કરી રહ્યા છે. સરકારે આ માટે કોઈ વિશેષ નક્કર પગલાં નથી ભર્યા, પરિણામે આવા વિશિષ્ટ વાદ્યકારો જૂજ બચ્યા છે. આજે પણ પ્રવાસન ઉદ્યોગની જાહેરાતોમાં આ પીઢ કલાકારોની કમી વર્તાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો