તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:દિવ્યાંગ ક્રિકેટમાં રાષ્ટ્રીય સ્તરે કચ્છનું નામ રોશન કરનાર ખેલાડીની ડેટોલ બ્રાન્ડની સેલ્યુટ કેમ્પેઈન માટે પસંદગી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાગડના ક્રિકેટર વિભા રબારી હાલ રાષ્ટ્રીય સ્તરે રમી રહ્યા છે ક્રિકેટ

કચ્છના વાગડ વિસ્તારના ભચાઉ તાલુકાના સામખીયાળી ગામે રહેતા વિભાભાઈ રબારી પોતાના ક્રિકેટના શોખ વડે દેશની દિવ્યાંગ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયાનો જાણીતો ચહેરો છે. અને આ ચહેરાને વધુ જાણીતો બનાવી રહી છે અગ્રગણ્ય ડેટોલ કંપની. ડેટોલ કંપની દ્વારા હાલ તેમની સેલ્યુટ મુવમેન્ટ અંતર્ગત કંપનીની પ્રોડક્ટ પર વિભાભાઈની તસવીર દર્શાવી સન્માન આપ્યું છે.

ડેટોલના હેન્ડવોશ પર વિભાભાઈની તસવીર
સ્વાસ્થ્ય સંબંધી પ્રોડક્ટ્સ બ્રાન્ડ ડેટોલ દ્વારા તેમના નવા ઉત્પાદન હેન્ડવોશ પર સામખીયાળી ગામના વિભાભાઈ રાબારીની સેલ્યુટ મુવમેન્ટ અંતર્ગત તસવીર દર્શાવવામાં આવી છે. કંપની દ્વારા નાના ક્ષેત્રથી રાષ્ટ્રીય સ્તરે પહોંચેલા પ્રતિભાવાન વ્યક્તિઓને આ પ્રકારે ખાસ સન્માન આપી દેશના લોકોને પ્રેરણાબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

વિભા રબારી બેટ્સમેન અને વિકેટકિપર
​​​​​​​વિભા રબારી ડાબોડી બેટ્સમેન સાથે વિકેટકીપિંગ કરે છે.વર્ષ 2019માં નેપાળ ખાતે આયોજિત દિવ્યાંગ ટી- 20 મેચમાં બેસ્ટ વિકેટકીપિંગ અને સેમી ફાઇનલમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવી ચુક્યા છે. દેશ માટે 6 ઇન્ટરનેશનલ T20 મેચ રમી ચુક્યા છે. તેમાં નેપાળ કાઠમાંડુ, અને ઢાકા બાંગ્લાદેશ ખાતે રમી ચુક્યા છે. નેપાળ ખાતે બેસ્ટ વિકેટકિપર તરીકે અને બીજી મેચમાં મેન ઓફ ધ મેચ તરીકે પસંદગી પામ્યા હતા. હાલમાં કોરોનાને કારણે દેશના બદલે દુબઇ ખાતે યોજાયેલી DPL ટુર્નામેન્ટમાં મુંબઇ આઈડિયલ્સ ટીમ વતી રમવા ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...