તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Details About The Condition Of The Patient Undergoing Corona Treatment In GK Can Also Be Obtained On The Control Room Number

સુવિધા:જી.કે.માં કોરોનાની સારવાર લેતા દર્દીની પરિસ્થિતિ અંગે કંટ્રોલરૂમના નંબર ઉપર પણ વિગતો મેળવી શકાશે

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંટ્રોલ રૂપમાં ઈન્ટર્ન્સ તબીબો, સ્થાનિક વહીવટી ટિમ તેમજ જિ. પં.નો સ્ટાફ,કાઉન્સીલર્સ અાપે છે સેવા

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા દર્દીના નિકટના પરિજનોને રોજેરોજની માહિતી ઉપલબ્ધ થઈ શકે એ હેતુસર કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓની વર્તમાન પરિસ્થિતી(સ્ટેટ્સ) અને તેમની સારવાર અંગે વિગતવાર માહિતી રોજેરોજ કોરોના હેલ્થ બુલેટિન સ્વરૂપે નિયમિત બહાર પાડવામાં આવે છે. અને તેમજ સ્થળ ઉપર જાહેર કરવામાં આવે છે.

જી.કે. જનરલ હોસ્પિટલ અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે વાજપેયી ગેટ પાસે આ બુલેટિન જારી કરવા કંટ્રોલરમ શરૂ કરવામાં આવ્યો છે. જે 24 કલાક ધમધમે છે. કંટ્રોલરૂમમાથી બુલેટિન બહાર પાડવા ઉપરાંત ફોન ન. ઉપરાંત મો.ન. 8980802910, 6359060964 તેમજ 02832 246535 નંબર ઉપર પણ દર્દીની માહિતી આપવામાં આવે છે.

આ કંટ્રોલરૂમમાં ઈંટર્ન્સ તબીબો, સ્થાનિક વહીવટી ટિમ તેમજ જિલ્લા પંચાયતનો સ્ટાફ અને કાઉન્સીલર્સ વિગેરે જુદી ત્રણ પાળીમાં ફરજ બજાવે છે. એવું જી.કે. જનરલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ બુલેટિનમાં રોજેરોજ સવારે તબીબોના રાઉન્ડ દરમિયાનની વિગતો હોય છે. આ ઉપરાંત દર્દીની વર્તમાન મેડિકલ પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. દરમિયાન જી.કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેંદ્ર હિરાણીએ જણાવ્યુ હતું કે, જી.કે. કોરોના વોર્ડમાં ક્રિટીક્લ કેસોની સંખ્યા વધુ છે.તેઓને સઘન સારવાર આપવામાં આવે છે. પરંતુ, ઘણીવાર તાલુકા અને ગામોમાથી પણ ક્રિટીકલ કેસો રિફર કરવામાં આવે છે.

આવા દર્દીઓને જ્યાં સારવાર લેતા હોય તે સ્થળે દર્દીઓને જરૂરી ઓક્સિજન પૂરું પાડી તેની પરિસ્થિતી સ્થિર કરી (સ્ટેબીલાઈઝ) અને કોવિડ કંટ્રોલ રૂમમાથી કોવિડ વોર્ડની પરિસ્થિતી જાણી ઓક્સિજન ધારક એમ્બ્યુલન્સમાં મોકલવામાં આવે તો દર્દીની સારવાર વ્યવસ્થિત થઈ શકે. આ હકીકતને ધ્યાનમાં લઇ, જીલ્લામાં સારવાર આપતા તબીબોને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...