તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંથર ગતિની કામગીરી:ભુજમાં નવા રેલવે મથકનો વિસ્તૃત રીપોર્ટ હજુ તૈયાર થવાનો બાકી !

ભુજ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં નવા સ્ટેશનોની માહિતી અપાઇ

ભારતીય રેલવે હાલ દેશભરમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનોનું નિર્માણ કરી રહ્યું છે. તેમાં ભુજ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં અાવ્યો છે. જેની જાણકારી રેલવે મંત્રીઅે લોકસભામાં અાપી છે. જોકે અમદાવાદની સાથે ભુજ રેલવે સ્ટેશનની કામગીરી હાલ વિસ્તૃત અહેવાલ હાલ હજુ તૈયારીમાં છે.

અા અંગે મળતી વિગતો મુજબ દેશમાં હાલ નવી દિલ્હીનું રેલવે સ્ટેશન 5 હજાર કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યું છે. તેની સાથે ગુજરાતના રેલવે સ્ટેશનોની માહિતી રેલવે મંત્રી પાસે માંગવામાં અાવી હતી. જેના જવાબમાં રેલવે મંત્રીઅે લોકસભામાં લેખિત જવાબમાં માહિતી અાપી હતી. જેમાં પીપીપીના ધોરણે રેલવે સ્ટેશનોનું નિર્માણ કરાઇ રહ્યા હોવાનુ જણાવાયુ હતું. ગુજરાતમાં હાલ ગાંધીનગર, અમદાવાદ, ન્યુ ભુજ, સાબરમતી, સુરત અને ઉધના રેલવે સ્ટેશનોને નવા બનાવવા માટે અોળખ કરાઇ છે.

જેમાં ગાંધીનગર રેલવે સ્ટેશનનું કાર્ય અંતિમ તબક્કામાં છે. જ્યારે ભુજ અને અમદાવાદ રેલવે સ્ટેશનની કામગીરીની હાલ તૈયારીઅો થઇ રહી છે. નોંધનીય છે થોડા સમય પહેલા જ ભુજ રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે અારઅેફક્યુ મંગાવવામાં અાવ્યા હતા. અા રેલવે સ્ટેશન પણ પીપીપીના ધોરણે બનાવવામાં અાવે તેવી શક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો