તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:દોઢ લાખના મીઠાઇ અને ફરસાણના જથ્થાનો નાશ, ગાંધીધામના પણ 35 સેમ્પલ લેવાયા

ભુજ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફુડ વિભાગે કચ્છની 205 પેઢીમાં ચેકિંગ કર્યું

લોકડાઉનના પ્રથમ ફેઝથી મીઠાઇ, ફરસાણની દુકાનો બંધ હતી, ત્રીજા ફેઝથી સવારથી સાંજ છુટ મળતા ફુડ વિભાગે કચ્છના જુદા જુદા વિસ્તારોમાં મીઠાઇ, ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ખાદ્ય ચીજો તેમજ મીઠાઇ, ફરસાણની 205 પેઢીઓની ચકાસણ કરી દોઢ લાખનો જથ્થો નાશ કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, સેફ્ટી ઓફીસરો દ્વારા કચ્છ જિલ્લામાં આવેલ સસ્તા અનાજની દુકાનોમાં તપાસણી કરવામાં અાવી હતી. ખોરાકની ગુણવત્તા જળવવા, હાઇજેનીક કંડીશન જાળવવા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાનર્ડ એક્ટ- 2006 અનુસાર સુચના મળતા ચેકિંગ હાથ ધરવામાં આવ્્યું હતું. લોકડાઉન દરમ્યાન કચ્છ જિલ્લાના જુદા જુદા વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ આશરે 205 જેટલી પેઢીઓમાં રહેલ અંદાજીત 741 કિ.ગ્રા અખાદ્ય હોય તેવી મીઠાઇ, ફરસાણ તથા અન્ય ખાદ્યચીજના જથ્થો નાશ કરાયો હતો. અંદાજીત કિંમત રૂપીયા 1,55,990નો જથ્થો નાશ કરાયો હતો.  ફુડ સેફ્ટિ ઓફિસરોએ ભુજ તથા ગાંધીધામ તાલુકાના જુદા જુદા વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ દુધના 35 સર્વેલન્સ સેમ્પલ લઇને પૃથ્થકરણ માટે ફુડ લેબોરેટરીમાં મોકલી આપેલ છે. જેનો પૃથ્થકરણનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો