તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:આયુષ્યમાન, મા કાર્ડની કામગીરી શરૂ ન કરાતાં દર્દીઓને હાલાકી

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમુક હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડનો રખાતો આગ્રહ
  • આરોગ્યની સેવા માટે આર્થિક રીતે નબળા લોકોનો મરો

મા કાર્ડ અને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની કામગીરી બંધ કરાતાં આર્થિક રીતે નબળા લોકોને મોંઘીદાટ આરોગ્ય સેવા મેળવવી મુશ્કેલ બની છે.કોરોનાનું સંક્રમણ ઘટતાં લોકોઅે હાશકારો લીધો છે જો કે અન્ય બીમારીઅોના સંદર્ભમાં રાજ્યની અનેક હોસ્પિટલોમાં મા કાર્ડનો સ્વીકાર કરાતો નથી અને તેના બદલે પ્રધાનમંત્રી અાયુષ્યમાન કાર્ડનો અાગ્રહ રખાય છે. હાલે મોટાભાગના મા કાર્ડની મુદત પૂર્ણ થઇ ગઇ છે અને કોરોનાના પગલે જનસેવા કેન્દ્રો લાંબા સમય સુધી બંધ રહેતાં મા કાર્ડ રિન્યૂ કરાવવા માટે જરૂરી અાવકના દાખલા ન મળતાં લોકોની મુશ્કેલી વધી ગઇ છે.

હવે જનસેવા કેન્દ્ર શરૂ થયા છે તો મા કાર્ડની કામગીરી બંધ કરી દેવાઇ છે. તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીઅે અેવી જાહેરાત કરી હતી કે, મા કાર્ડની કામગીરી હવે ખાનગી અેજન્સી મારફતે નહીં કરાય પરંતુ જે-તે પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર, સામૂહિક અારોગ્ય કેન્દ્રમાં ચાલુ રહેશે.

જેને પણ લાંબો સમય થવા અાવ્યો હોવા છતાં અા કામગીરી શરૂ કરાઇ નથી. અધુરામાં પૂરું આયુષ્યમાન કાર્ડ માટે પણ મા કાર્ડ અથવા તો બીપીઅેલ યાદીમાં નામ હોવું જરૂરી છે. જિલ્લાના ગરીબ તથા મધ્ય વર્ગના પરિવારોને આરોગ્ય સેવામાં રાહત મળી રહે તે માટે પ્રજાકીય પ્રતિનિધિઅો પણ અંગત રસ લઇ અા મા કાર્ડ, આયુષ્માન કાર્ડ માટેની કામગીરી સત્વરે શરૂ કરાવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...