• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Despite The Provision For Vehicle Parking In Bhuj, People Were Killed Due To Lack Of Implementation, Traffic Problem Arose Due To Lack Of Parking System.

પાર્કિંગની સમસ્યા:ભુજમાં વાહન પાર્કિંગ માટે જોગવાઈ છતાં અમલવારીના અભાવે લોકોને હાલાકી, પાર્કિંગ વ્યવસ્થા ન હોવાથી ટ્રાફિક સમસ્યા ઉદભવી

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાડા કચેરીમાં પાર્કિંગ માટે 6 હજાર ચોરસ મીટર જમીન ફાળવાઈ છે
  • જુના બસ સ્ટેશન પાસે વગર બસોએ ટ્રાફિકનો પ્રશ્ન યથાવત, બસ સંકુલ ઉભું થશે ત્યારે ચાલવું પણ મુશ્કેલ બનશે

જિલ્લામથક ભુજ શહેરના વિકાસની સાથે સાથે પ્રતિદિન ટ્રાફિક સમસ્યામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. ભૂકંપ બાદ શહેરમાં ટાઉન પ્લાનિંગ અંતર્ગત પાર્કિંગ અવેજી માટે 36 જેટલા પાર્કિંગ પ્લોટ તારવી 6 હજાર ચોરસ ફૂટ જેટલી જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ આ જમીન પર પાર્કિંગની અમલવારીના અભાવને કારણે ટ્રાફિક સમસ્યા રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. શહેરના જાહેર માર્ગો પર સતત વાહન વ્યવહારની અવરજવર દિવસભર જોવા મળતી હોય છે, પરંતુ વાહનોને નિયત સ્થળે પાર્ક કરવા માટે લોકોને મનમાં દુવિધા રહે છે. ના છૂટકે અન્ય વાહનોની આગળ-પાછળ નાના-મોટા વાહનો પાર્ક કરવા પડે છે, જેના કારણે અન્ય વાહન ચાલકો માટે પસાર થવામાં ટ્રાફિક સમસ્યા ઉદભવે છે.

આ વિશે લોકોએ જણાવ્યું હતું કે વાણીયા વાડ, અનમ રિંગ રોડ, છઠ્ઠી બારી, જુના બસ સ્ટેશન, સરાફ બજાર સહિતના કોટ વિસ્તારમાં ખરીદી કે અન્ય કામસર જવા સમયે વાહન માટે પાર્કિંગની સમસ્યા ઉદભવે છે. વેપારીઓ દ્વારા દુકાનો બહાર રાખવામાં આવતી સામગ્રી તેમાં વધારો કરે છે. અહીંથી પસાર થતા બાઈક, સ્કૂટર સહિતના વાહનો એકમેક સાથે ઘસડાઈને ચાલતાં ક્યારેક બંન્ને ચાલકો વચ્ચે તેને લઈ ચકમક પણ ઝરતી રહે છે. ત્યારે ભૂકંપ બાદ શહેર ટાઉન પ્લાનિંગ અંતર્ગત પાર્કિંગ અવેજી માટે 36 જેટલા પાર્કિંગ પ્લોટ તારવી 6 હજાર ચોરસ ફૂટ જેટલી જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ આ જમીન પર પાર્કિંગની અમલવારીના અભાવને કારણે કાયમી ટ્રાફિક સમસ્યા રહેતી હોય છે. સાથે જ લોકોએ જણાવ્યું હતું કે સંબંધિત તંત્ર યોગ્ય નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે. ખાસ કરીને જુના બસ સ્ટેશન પાસે બસોની અવર જવર ન હોવા છતાં ટ્રાફિકના કારણે પરેશાની થાય છે, ત્યારે આગામી થોડા મહિનામાં બસ મથક તૈયાર થઈ ગયા બાદ ટ્રાફિક સમસ્યા વધુ ખરાબ રૂપ લેશે એ અંગે કલ્પના જ કરવાની રહી.

અન્ય સમાચારો પણ છે...