તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઇસન્સ ઇસ્યુ:શહેરોમાં લોકડાઉનના સ્થિતિ છતાય 1 માસમાં 4400 લાઇસન્સ પોસ્ટ કરાયા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અાર.ટી.અો.માંથી લાઇસન્સ ઇસ્યુ થતા પોસ્ટ તંત્રે ઘરે પહોચતા કર્યા

ભુજ અને ગાંધીધામમાં સંપુર્ણ લોકડાઉન છે તો અન્ય શહેર અને તાલુકા મથકોમાં પણ અેવી જ સ્થિતિ છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે ભુજની અાર.ટી.અો.માંથી છેલ્લા અેક માસમાં 4400 લાઇસન્સ ઇસ્યુ થયા છે જે પોસ્ટ તંત્રે અરજદારોના ઘરે પહોંચતા કર્યા હોવાનું જાણવા મળેલ છે.

લાઇસન્સની કામગીરીમાં અમુક વર્ગ ફેસલેશ છે તો નવા લાઇસન્સ મેળવવા ટેસ્ટ અાપવાની હોય છે. લાઇસન્સ રીન્યુ હોય કે અેડ્રેસ બદલાવેલ હોય તો ફેસલેશ અેપ્રુવલ થાય છે બાદમાં તે અરજદારના ઘરે પહોંચી જાય છે જેના માટે અરજદારે કચેરીઅે અાવવાની ફરજ પડતી નથી. તો બીજી તરફ, નવા પાકા લાઇસન્સ મેળવવા માટે ટુ-વ્હીલર અને ફોરવ્હીલરની ટેસ્ટ અાપવાની રહે છે જે પાસ કર્યા બાદ લાઇસન્સ ઇસ્યુ થાય છે. અામ, તમામ વર્ગના લાઇસન્સ પ્રિન્ટ થયા બાદ પોસ્ટ મારફતે અરજદારના ઘરે પહોંચાડાય છે.

ભુજ અને ગાંધીધામના પ્રિન્ટ થયેલા 4400 લાઇસન્સ અેક માસમાં પોસ્ટ મારફતે મોકલાયા છે, અેક તરફ જિલ્લાભરમાં લોકડાઉન જેવી સ્થિતિ છે તેમ છતાય 4400 જેટલી મોટી સંખ્યામાં લાઇસન્સ અાર.ટી.અો.માં ઇસ્યુ થયા હતા.

ટેસ્ટ અને પાસિંગની કામગીરીમાં સિક્યુરિટી ગાર્ડની લેવાતી મદદ
ખુદ અાર.ટી.અો. ચિંતન પટેલ સહિતના અનેક કર્મચારીઅો કોરોનાની ઝપેટમાં અાવી ગયા છે, તો અમુક કર્મચારીઅોના પરીજનો કોરોનામાં સપડાયા હોવાથી રજા પર ઉતરી થયા છે. 50 ટકા સ્ટાફ સાથે અોફીસની કામગીરી ચલાવાઇ રહી છે.

લાઇસન્સ ટેસ્ટ ટ્રેક પર અેક જ ઇન્સ્પેકટર તરફથી ટેસ્ટ લેવાય છે, ઇન્સ્પેકટર કોમ્પ્યુટર સિસ્ટમ પર બેસે છે અને ટ્રેક પર સેન્સર, પાર્કિંગ સહિતના કમાન્ડ અાપવા માટે સિક્યુરીટી ગાર્ડની મદદ લેવાય છે જેથી ગેરરિતી પણ અટકાવી શકાય છે. તો પાસિંગમાં અાવતા વાહનોને પાર્કિંગ કરાવવા માટે તેમજ નોંધણી કરવા માટે ગેટ પાસે બેસતા સિક્યુરીટી ગાર્ડ મદદરૂપ બનતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...