તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાસ્ટ ટેગ:આજથી અમલ છતાં કચ્છના 50 ટકા વાહનોમાં હજુ ફાસ્ટેગ લાગ્યા નથી

ભુજ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ફાસ્ટ ટેગ નહીં લગાવનારા વાહન માલિકોએ ડબલ ટોલ ચુકવવો પડશે
 • સામખિયાળી, માખેલ અને સુરજબારી ટોલનાકા પર સુવિધા પણ ઉપલબ્ધ

ફાસ્ટ ટેગ નહી હોય તેવા વાહન માલિકોને ડબલ ટોલ ભરવો પડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. 15મી ફેબ્રુઆરી સુધીની મુદ્દત અપાઇ હતી, જેથી હવે સામખિયાળી, સુરજબારી અને માખેલ ટોલનાકે પસાર થતા વાહનોમાં ફાસ્ટ ટેગ નહીં હોય તો ડબલ ટોલટેક્સ ચુકવવો પડશે. નેશનલ હાઇવે ઓથોરીટીના ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોમાં ફાસ્ટટેગ અમલી કરાયું છે. 15મી ફેબ્રુઆરી સુધીની મુદ્દત વાહન માલિકોને અપાઇ હતી. જો કે, કચ્છના હજુ 50 ટકા વાહનોમાં ફાસ્ટ ટેગ નથી ત્યારે આ ત્રણ ટોલ પરથી પસાર થતી વેળાએ ડબલ ટોલ ટેક્સ ચુકવવો પડશે.

સરકાર તરફથી મુદ્દત વધારો કરવામાં આવી હતી જે મુદ્દત આજે પુર્ણ થઇ છે. હવેથી ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહન માલિકોને ડબલ ટોલ ચુકવવાનો વારો આવશે. સામખિયાળી, સુરજબારી અને માખેલ ટોલ પ્લાઝા પર એક ફોરવ્હીલરના 70થી 75 રૂપિયા વસુલાય છે જેથી હવે વાહન માલિકોને 150 રૂપિયાનો ધુબ્બો લાગશે.

અમુક વાહનો તો કચ્છ બહાર જતા નથી છતાં ડબલ ટોલ ચુકવવો પડશે તેવી ચર્ચા
કચ્છના 50 ટકા વાહનોમાં હજુ સુધી ફાસ્ટ ટેગ નથી લાગ્યા. અમુક વાહનો તો એવા હોય છે જે શહેરમાં જ ફરતા હોય છે અને જિલ્લો મુકી બહાર જતા નથી. ત્યારે ટોલ પ્લાઝા પરથી પસાર થવાની નોબત જ ન આવતી હોય તેવા વાહનોના માલિકોએ પોતાના વાહન માટે ફાસ્ટ ટેગ ઇસ્યુ કરાવ્યા નથી. ફાસ્ટ ટેગ લગાવ્યા વગર જિલ્લાની અંદર વાહન ફેરવી શકાય છે. ટોલ પ્લાઝા પર પસાર થતી વેળાએ ડબલ ટોલ ચુકવવુ પડશે તેવુ માહિતગાર સુત્રોમાંથી
જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો