તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Despite Being Close To The Narmada Line From Vamka, Water Is Supplied From Suwai, 40 Km Away, Alleging A Long Line For Corruption.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપ:વામકાથી નર્મદાની લાઇન નજીક છતાં 40 કિમી દૂર સુવઇથી પાણી અપાય છે, ભ્રષ્ટાચાર આચરવા માટે લાંબી લાઇન નખાઇ હોવાનો આક્ષેપ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભચાઉ તાલુકાના આધોઇમાં સામખિયાળીના ફિલ્ટર પ્લાન્ટમાંથી નર્મદાના નીર આપવામાં આવે છે. આધોઇ ગામ વામકાથી માત્ર 10 કિલો મીટરના અંતરે હોવાથી પાઇપ લાઇન લંબાવીને પેયજળ આપવાના બદલે 40 કિલો મીટર દૂર આવેલા સુવઇના ડેમમાંથી પાણી આપવામાં આવે છે. આ માટે પાઇપ લાઇન પાથરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવા આક્ષેપ સાથે રાજ્યના પાણી પુરવઠા મંત્રી સમક્ષ કરાયેલી રજૂઆતમા યોગ્ય તપાસની માગ કરાઇ છે.

વર્ષ 2003માં માળિયાથી સામખિયાળીના ફિલ્ટર પ્લાન્ટ સુધી નર્મદાનું પાણી પહોંચાડાયું હતું. સામખિયાળીથી આ પાણી પમ્પિંગ કરીને આધોઇના ટાંકામાં ઠલવાય છે. અહિંથી પાઇપ લાઇન વાટે પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ પંથકના હલરા સુધી પાઇપ લાઇન નાખવામા આવી છે પણ તેમા જળ આપવામાં આવતું નથી. વામકા આ ગામથી માત્ર 5 કિલો મીટરના અંતરે છે તેમજ આધોઇથી 10 કિલો મીટર દૂર છે. આ લાઇનને વામકા સુધી લંબાવાય તો આસાનીથી નર્મદાના નીર મળે તેમ છે.

આમ ટૂ઼કા અંતરેથી જ પાણી મળે તેમ હોવા છતાં ભુજ અને ભચાઉની પાણી પુરવઠા કચેરીના યાંત્રિક વિભાગના કાર્યપાલક ઇજનેર અને રાપરના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જે તે સમયે સામખિયાળીના ફિલ્ટર પ્લાન્ટનું પાણી માત્ર રાપર તાલુકામાં પહોંચે તેવું આયોજન કર્યું હતું જેને લઇને હલરા, વામકા, તોરણિયા, કંથકોટ અને જડસા સહિતના ગામો છેલ્લા 15 વર્ષ કરતાં વધુ સમયથી નર્મદાના પાણીથી વંચિત છે. આ ગામોને 40 કિલો મીટર દૂર આવેલા સુવઇના ડેમમાંથી પાઇપ લાઇન વાટે પાણી આપવાનો પ્રોજેક્ટ બનાવાયો છે. સુવઇથી વામકા 80 મીટરની ઉંચાઇએ આવેલું છે. આ ઉપરાંત સુવઇના ડેમથી વામકા વચ્ચે ખેંગારપર, ભરૂડિયા, એકલવાંઢ, રામવાવ, કૂડા, કંથકોટ, જડસા સહિતના મોટી વસતીવાળાં ગામો આવેલાં છે. આમ વામકાને નર્મદાના નીર નિયમિત રીતે નસીબ થાય તેમ જણાતું નથી વિકલ્પે સામાખિયાળીના ફિલ્ટર પ્લાન્ટમાંથી તાત્કાલિક પાણી અપાય અને સામખિયાળીથી પાણી આપવાના બદલે સુવઇ ડેમથી પાણી આપવાનો પ્રોજેક્ટ બનાવનારા જવાબદારો વિરૂધ્ધ તપાસ કરીને ફરજ મોકૂફ કરવામા આવે તેવી માગ વામકાના સરપંચ પુરીબેન મંચાભાઇ ખાંભલાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો