તપાસ:છ દિવસમાં બીજી ડ્રાઇવ છતાં 344 ઘરોમાં મચ્છરના લારવા મળી આવ્યા

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેલેરિયાના 39,ડેન્ગ્યુના 6 અને ચિકનગુનિયાનો 1 શંકાસ્પદ કેસ સામે આવ્યો

ભુજ શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુ તથા ચિકુનગુનિયા રોગના પ્રમાણને ધ્યાને લઇને અસરગ્રસ્ત વિસ્તારોમાં 118 સર્વે ટીમો તથા ફોગીગની 10 ટીમો દ્વારા બુધવારે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના નિયંત્રણ માટે પોરાનાશકની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

સર્વેક્ષણ દરમિયાન 9539 ઘરોની મુલાકાત લેવામાં આવી હતી જેમાં 344 ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળી આવતા પોરાનાશક કામગીરી કરાઈ હતી.38 હજાર થી વધુ વસ્તી અને 9 હજારથી વધુ ઘરોને આવરી લેવામાં આવ્યા હતા.જેમાં 400 થી વધુ મચ્છર ઉત્પતી સ્થળો મચ્છરના લારવા માટે પોઝીટીવ જણાઈ આવતા 9640 પાત્રોમાં પોરાનાશક દવાનો છંટકાવ કરાવાયો હતો.401 ઘરોમાં ઇન્ડોર ફોગીગની કામગીરી પણ કરાઈ હતી.તેની સાથે ઘર તપાસ દરમ્યાન મળી આવેલા તાવના કેસોમાં લેબોરેટરી તપાસ માટે 46 લોકોના લોહીના નમુના લઈને પરીક્ષણ કરવામાં આવ્યું હતું.જેમાં મેલેરિયાના 39,ડેન્ગ્યુના 6 અને ચિકનગુનિયાનો 1 શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો. આ ઝુંબેશ દરમ્યાન દરમ્યાન મચ્છર ઉતપતિ જણાઈ આવતા 3 સ્થળોએ નોટીસ અને ૧ બાંધકામ સાઈટ પર દંડ વસુલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...