તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:27 વર્ષથી માંગણી છતાં સોસાયટીને જમીન ન મળી પરંતુ દબાણો ખડકાયા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજની સોસાયટીને ન્યાય ન મળતાં વડાપ્રધાનને રજૂઅાત

ભુજની અાનંદગંગા કો.અપ.હા. સોસાયટીઅે રહેણાંક માટે જૂની રાવલવાડી પાણીના ટાંકા પાસે જમીનની માગણી કરી હતી, જેને 27 વર્ષ થયા છતાં તે જમીન મંડળીને તો ન મળી પરંતુ ત્યાં કાચા બાંધકામો ખડકાઇ ગયા છે.સોસાયટીની માંગણીને લઇને 1995માં તંત્ર તરફથી અેન.અો.સી. અપાઇ હતી, જેથી તંત્ર સમક્ષ જમીનની માગણીની ફાઇલ રજૂ કરાતાં પાલિકા, સિટી સરવે, નાયબ કલેક્ટર તરફથી સાનુકૂળ અભિપ્રાયો મળ્યા હતા.

તા.6-7-99ના નાયબ કલેક્ટરે જમીન ફાળવવાનો અાદેશ કરી કલેક્ટરને સોસાયટી રૂપિયા ભરેથી જમીન ફાળવવા ભલામણ કરી, જેને કલેક્ટરે 2002માં નામંજૂર કરતાં સોસાયટીઅે વિવાદ સચિવમાં રિવિઝન દાખલ કરી હતી. વિવાદ સચિવના અાદેશ બાદ કલેક્ટરે જમીન ફાળવવા સહમતી દર્શાવી હતી. જો કે, ત્યારબાદ કોઇ કાર્યવાહી ન થતાં ભૂકંપ બાદ દબાણો ખડકાઇ ગયા હતા. અા મુદ્દો સ્વાગત કાર્યક્રમમાં મુકાતાં દબાણ હટેથી કલેક્ટર દરખાસ્ત કરશે, તેવી હૈયાધારણા અપાઇ હતી.

27 વર્ષથી માંગણીવાળી જમીન તો સોસાયટીને ન મળી પરંતુ અહીં ફરી 6 જેટલા કાચા મકાનો બનાવી, દબાણ કરાયું છે. દબાણ દુર કરવા કલેક્ટરે સંબંધિત કચેરીઅોને અાદેશ કર્યો હોવા છતાં અતિક્રમણ દુર ન કરાતાં ઇ-મેઇલ મારફતે વડાપ્રધાન સમક્ષ રજૂઅાત કરાઇ હોવાનું સોસાયટી પ્રમુખ મોહનલાલ મણીશંકર ગોરે જણાવ્યું હતું.

શું છે મહેસૂલ વિભાગ વિવાદ સચિવ અમદાવાદનો હુકમ ?
સોસાયટીઅે કલેક્ટરના હુકમ સામે મહેસૂલ વિભાગ વિવાદ સચિવ અમદાવાદ સમક્ષ રિવિઝન અરજી કરી હતી, જેને વિવાદ સચિવે અંશત: મંજૂર કરી અા જમીન સરકારી કામે અાઇડેન્ટીફાઇ થયેલી ન હોય તો રજૂ થયેલા અભિપ્રાયોને ધ્યાને રાખી, સોસાયટીને રજૂઅાતની તક અાપી, સાંભળી, રહેણાંકના હેતુ માટે વાદવાળી જમીન અાપવા અંગે નવેસરથી નિર્ણય કરવાના અાદેશ સાથે કચ્છ કલેક્ટરને કેસ રીમાન્ડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...