અવદશા:નારાયણ સરોવરમાં ઐતિહાસિક પાંચ પાંડવોના મંદિરની અવદશા

નારાયણ સરોવર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂર્તિઓની માથે છત જ નથી,પુરાતત્વ વિભાગ રીનોવેશન કરાવે તે અનિવાર્ય

પ્રાચીન તીર્થધામ નારાયણ સરોવરની મુલાકાતે સેંકડો પ્રવાસીઓ આવતા હોય છે. જોકે,અહીં ત્રીવિક્રમરાય મંદિરની સાથે પાંચ પાંડવોનું મંદિર પણ આવેલું છે.અનોખી લોકવાયિકા ધરાવતા આ મંદિરની પુચ્છા કરતા કરતા લોકો મંદિર સુધી આવે છે પણ પાંચ પાંડવોના મંદિરમાં મૂર્તિઓની માથે છત જ નથી. પુરાતત્વ વિભાગ દ્વારા આ વિસ્તારમાં પ્રાચીન સ્થળોની જાળવણી પ્રત્યે ઉપેક્ષા સેવવામાં આવી રહી છે.જેને પગલે ઐતિહાસિક વારસો વિસરાઈ રહ્યો છે.

લોકવાયિકા અનુસાર,પાંચ પાંડવ યુધિષ્ઠિર, અર્જુન,ભીમ,નકુલ અને સહદેવ વનવાસ દરમ્યાન નારાયણ સરોવર પાસેથી પસાર થયા ત્યારે અહીં વિશ્રામ કર્યો હતો જેથી આ સ્થળે પાંચેય ભાઈઓની પાળિયા સ્વરૂપે મૂર્તિ આવેલી છે. આસપાસના મંદિરોના પૂજારી પાંચ પાંડવની સેવા પૂજા અને સફાઈ કરે છે.જોકે,દુઃખની વાત એ છે કે,આ સ્થળ પ્રશાશનની નજરે આવ્યું જ નથી. જેથી અહીં પાંચ પાંડવોની મૂર્તિ હોવા છતાં તેની માથે છત ઉભી થઇ શકી નથી. આ વિસ્તારમાં પુરાતત્વ વિભાગ તો ઐતિહાસિક સ્થળોની જાળવણીમાં નિષ્ક્રિય સાબિત થયું છે પણ અહીંના ચૂંટાયેલા રાજકીય નેતાઓ પણ આ મુદ્દે અજાણ હોય તેમ આ સ્થળને વિકસાવવા માટે કોઈ રજુઆત કે પ્રયાસો કર્યા નથી.

અન્ય સમાચારો પણ છે...