તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ ભુજ વોર્ડ નં-2:દેશલસર નામશેષ થઇ ગયું, 44 નગરસેવકો જોતા રહ્યા

ભુજ9 દિવસ પહેલા
 • કૉપી લિંક

વોર્ડ નં ત્રણમાં મોટાભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવતા લોકોની છે. ઘણા એવા રહેણાંક છે કે, જે કાયદેસર પણ નથી. શહેરનો બીજા નંબરનું તળાવ દેશલસર આજે જળકુંભી ને કારણે નામશેષ થઈ ગયું છે. વર્ષોથી ભુજીયા ડુંગરની તળેટીમાં વસેલી વસાહતથી કરીને સ્ટેશન રોડ , શિવરામ મંડપ સુધીની બધી ગંદા પાણીની ખુલ્લી નીક આ તળાવમાં ઠલવાય છે, તો હવે જળ કુંભીએ કબ્જો કરી લીધો. દેખાવ પૂરતા બુલ્ડોઝર લગાવી બિલો બન્યા પણ આ વનસ્પતિ તો દસ ટકા પણ ઓછી ન થઈ. આવનારી બોડી જો ઈચ્છાશક્તિ દર્શાવે અને સફાઈ કરે તો સાત સાત દુકાળમાં પણ જ્યાં પાણી નથી સુકાયા, તે ફરીથી ભરાઈ જાય. પીવાના પાણીની સમસ્યા પણ જૂની છે. સંસ્થા દ્વારા અમુક ગરીબ વિસ્તારમાં પાણી પ્રત્યે સ્વાવલંબી બનાવવા પ્રયાસો હાથ ધરાયા છે.

મતદારો
પુરુષ - 6488
સ્ત્રી - 5883
ત્રીજી જાતિ - 0
કુલ્લ - 12371

વિસ્તાર
આઝાદ નગર, વાલ્મીકી વાસ, જોગી વાસ, જીઆઇડીસી વિસ્તાર, હંગામી આવાસ 1-4-5-6, નાગેન્દ્ર પાર્ક, શિવરામ મંડપ, બકાલી કોલોની, જૂનું રેલવે સ્ટેશન, અમન નગર, હિના પાર્ક 1થી4, મહેંદી કોલોની, ચારણ વાસ

હંગામી આવાસ આજે પણ ચોપડે નથી ચડ્યું
ધરતીકંપ બાદ ભુજ કોટ વિસ્તારની અંદર રહેતા અનેક લોકોને સુરલભીઠ્ઠ પાસે વસાવવામાં આવ્યા. હંગામી વસાહત તરીકે ઓળખાતી આ જગ્યાને ચોથી રિલોકેશન સાઈટ કહેવાઈ, પણ આજ દિવસ સુધી માલિકી હક્ક નથી મેળવી શક્યા. જે તે સમયે પાંચ હજાર રૂપિયાના ભાવે પ્લોટ ફાળવણી થવાની વાત આજે વ્યાજ સહિત 45 હજાર થઈ ગયા છે. ત્યાં વસતા ગરીબ લોકો માટે અશક્ય છે. અનેક માળખાકીય સુવિધાઓથી વંચિત અહીંના લોકોની એક જ ફરિયાદ છે કે, ચુંટણી સિવાય રાજકીય અગ્રણીઓ દેખાતા નથી.

ડ્રેનેજ અને સફાઈ મુદ્દે રહેવાસીઓ ખફા
વોર્ડ ત્રણમાં આવેલ અંજલિ નગરના રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. તેઓના મતે છેલ્લા ચાર વર્ષથી રસ્તા, ગટર અને સફાઈ માટે ભુજ નગર પાલિકા દ્વારા ઉપેક્ષા કરવામાં આવે છે. બેનર લગાવીને સ્થાનિકોએ કોઈપણ પક્ષના ઉમેદવારોએ વોટની ભીખ માંગવા નહિ આવવા બેનર લગાવ્યા છે. બે હજાર જેટલા મતદારો મતદાન નહિ કરે તેવી ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો