ક્રાઇમ:કુકમામાં વૃધ્ધ પર જીપ ચડાવી દેવાના કેસમાં મુખ્ય આરોપીના જામીન નામંજુર

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના કુકમા ગામે વિશ્વકર્મા સોસાયટીમાં ઘર પાસે બેસીને ગાળા ગાળી કરવાની ના મુદે આરોપી કુલદિપસિંહ હનુભા રાઠોડ, અને અજીતસિંહ જેઠુભા જાડેજાએ સ્કોર્પીયો જીપથી ઘર પાસે બેઠેલા જુવાનસિંહ આમસિંહ સોઢા પર જીપ ચડાવી દઇ બે પગમાં ગંભીર ઇજા પહોંચાડી હતી. બનાવ બાદ પધ્ધર પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી લીધી હતી.આ કેસમાં મુખ્ય આરોપી કુલદિપસિંહએ શુક્રવારે ભુજની અધિક સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી કરી હતી. અદાલતે આરોપીની અરજી નામંજુર કરી હતી. આ કેસમાં મુળ ફરિયાદી પક્ષે એડવોકેટ તરીકે આર.એસ.ગઢવી રહયા હતા. જ્યારે સરકાર તરફે સરકારી વકિલ એચ.બી.જાડેજા હાજર રહી દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...