તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજમાં ખોટી ઓળખ બતાવી ફેસબૂક પર યુવતીનો સંપર્ક કરી નિકાહ અને ધર્મ પરિવર્તન કરવા મજબુર કરી પરિવારને ખતમ કરીનાખવાની ધમકી આપનારા યુવકની જામીન અરજી ભુજની અદાલતે નામ મંજુર કરી છે.
મેન્ટલ હોસ્પિટલ પાછળ રહેતા સમીર ઊર્ફે સેમ ઓસમાણ લંઘા નામના યુવકે ભુજની ફરિયાદી યુવતી અગાઉ સ્કુલમાં ભણતી હતી ત્યારે 17 સપ્ટેમ્બર 2019નાં ફેસબૂક પર ખોટી ઓળખ આપી મિત્રતા કરી હતી. બાદમાં શાળાએ જતી વેળાએ અને કોલેજમાં આવ્યા ત્યારે પણ આરોપીએે યુવતીનો પીછો કરીને વારંવાર નિકાહ કરી લેવા અને ધર્મ પરિવર્તન કરવા મજબુર કરતો હતો. યુવતીના ઘરમાં પ્રવેશીને નિકાહ કરવા મજબુર કરી પરિવારને મારી નાખવાની ધમકી આપતાં આરોપી વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકમાં પોક્સો તળે ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી સમીરે જામીન પર મુક્ત થવા અરજી કરતાં ભુજના બીજા અધિક સેશન્સ જજ પી.એસ.ગઢવીએ જામીન અરજી નકારી હતી. ફરિયાદ પક્ષ વતી અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા જ્યારે મુળ ફરિયાદી વતી વકીલ તરીકે નિપુણ સી માંકડ હાજર રહયા હતા.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.