તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરણાં:કચ્છમાં કોરોનાની સારવાર મામલે કૉંગ્રેસે ધરણાં યોજ્યા, 25 કાર્યકર્તાઓની અટકાયત કરાઈ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ કલેકટર કચેરી બહાર ધરણા યોજવામા આવ્યા

કચ્છમાં વધી ગયેલા કોરોના બીમારીના કારણે મેડિકલ સામગ્રીના અભાવે લોકોને પડી રહેલી હાલાકી પ્રત્યે દુઃખ જાહેર કરી, લોકોને કોરોનાની યોગ્ય સારવાર માટે જરૂરી મેડિકલ વસ્તુઓની આપૂર્તિ કરવા જિલ્લા કોંગેસના અગ્રણીઓ દ્વારા કચ્છ કલેકટર કચેરી બહાર ધરણાં પ્રદર્સન કરવામાં આવ્યું હતું.

અંદાજિત 40 જેટલા કોંગી આગેવાનો આજે બપોરે પહેલા જિલ્લા સેવા સદન કચેરીએ પહોંચ્યા હતા. અને કોરોના સારવાર માટે લોકોને પડી રહેલી વિવિધ તકલીફો પ્રત્યે તંત્રનું ધ્યાન દોરવા પ્રયાસ કરાયો હતો.

કોંગ્રેસ દ્વારા જણાવ્યું હતું કે હાલ જી.કે. હોસ્પિટલ સિવાય અન્ય કોવિડ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળી રહ્યું, રેમડેસીવીર ઈન્જેકશનની અછત છે. વેકસીનેસન પણ પૂરતું નથી થઈ રહ્યું, તેમજ કોવિડ હોસ્પિટલમાં જે સ્ટાફની કમી છે તે તાત્કાલિક ધોરણે પુરી પાડવામાં આવે , આ માંગણીઓ સાથેના બોર્ડ લઈ , કલેકટર કચેરી બહાર ધરણાં ઉપર બેસી ગયા હતા.

હાલની સ્થિતિમાં કોઈ ધરણાં વગેરેની મનાઈ હોવાનું કહી ભૂજ પોલીસ દ્વારા કોંગેસ આગેવાનોની અટક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અટકની કામગીરી શરૂ થતાં કોંગી આગેવાનોએ ઓક્સિજન, રેમડેસીવીર આપોના ઉગ્ર અવાજ સાથે નારા પોકર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...