યુવાનોમાં રોષ:હેડ ક્લાર્કના પેપર લીક થતા ભુજમાં પણ વિરોધમાં કોંગ્રેસ દ્વારા દેખાવ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ
  • ગુજરાતના બેરોજગારની ક્રૂર મજાકથી શિક્ષિત યુવાનોમાં રોષ

ગુજરાત ગાૈણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાનો પેપર લીક થઈ ગયો છે, જેથી ભુજમાં પણ સોમવારે જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે કોંગ્રેસે મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે દેખાવો કર્યો હતો. જે બાદ પોલીસે કોંગ્રેસી કાર્યકરોને પોલીસ વાહનમાં નાખી ખસેડ્યા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ કોંગ્રેસી કાર્યકરો ભાઉ-ભૂપો રાજીનામું અાપે, જીતુ વાઘાણી રાજીનામું અાપે, ગૃહમંત્રી રાજીનામું અાપેના સૂત્રોચ્ચાર સાથે જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે બેસી ગયા હતા.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકારની ઘોર બેદરકારીથી ગુજરાતમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી રહ્યા છે. લાખો શિક્ષિત બેરોજગારોની જિંદગીથી ભાજપ સરકાર ખિલવાડ કરી રહી છે. જેથી રાજીનામું અાપી દેવું જોઈઅે.કાર્યક્રમમાં રાજેન્દ્રસિંહ જાડેજા, પી.સી. ગઢવી, દિપક ડાંગર, ગની કુંભાર, અાર.અેલ. અાહિર, ઋષિરાજસિંહ જાડેજા, રસીકબા જાડેજા, અંજલિ ગોર, પુષ્પાબેન સોલંકી, કાસમ સમા, અાઈસુબેન સમા, હાસમ સમા, ધીરજ રૂપાણી, મીત જોષી, મુસ્તાક હિંગોરજા, તીર્થ ઠક્કર વગેરેની અટક કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...