તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:ગુજરાતને કચડી નાખવાની કથિત ધમકી આપનારા કેજરીવાલ સામે ફરિયાદ નોંધવા કરી માંગ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ લડાયક મંચે પોલીસ મહા નિર્દેશક સમક્ષ ગુનો નોંધવા કરી માંગ

દિલ્હીના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક સંદેશામાં ગુજરાતને કચડી નાખવાની ધમકી આપી છે તેવો આક્ષેપ કરતાં કચ્છ લડાયક મંચે કેજરીવાલ સામે ગુનો દાખલ કરવા રાજ્યના પોલીસ મહા નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સમક્ષ ફરિયાદ દાખલ કરી છે.

આ અંગેની સવિસ્તાર માહિતી આપતા મંચના પ્રમુખ રમેશ જોશીએ જણાવ્યું હતું કે, હાલે સોશિયલ મીડીયામાં એક વીડીઓ વાયરલ થઈ રહ્યો છે, જેને જોતા એક જાહેર સભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને ‘મારો વિરોધ કરનારાને કચડી નાખીશ તેવી ધમકી આપ્યાનું જણાય છે. આમ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ કેજરીવાલ વિરૂધ્ધ તપાસના અંતે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરવામા આવે અને તેમની વિરૂધ્ધ ગુજરાતના કોઈપણ પોલીસ મથકે ગુનો દાખલ કરવાની ફરિયાદ મંચે કરી છે. મંચના પ્રમુખે વધુ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના સમાજ સેવક અન્ના હજારેના ખભે બંદૂક મુકી કેજરીવાલે રાજકરણમાં પ્રવેશ કર્યો હતો, અને દિલ્હીની સત્તા મેળવવા માટે તેમણે આમ આદમી પાર્ટીની સ્થાપના કરી હતી.

જે તે સમયે તેમણે લોકોને બહુ મોટા મોટા આશ્વાસનો આપ્યા હતા જે પૈકી એક પણ ફળીભૂત થયું નથી, એટલુંજ નહી પણ ભારત સરકારના સીએએ કાયદા વિરૂધ્ધ દિલ્હીના શાહિન બાગમાં જે રસ્તા રોકો આંદોલન કરવામા આવ્યું તેની પાછળ પણ આપના પ્રમુખનો હાથ હતો, કારણ શાહિન વિરોધ પ્રદર્શન માટે દિલ્હી પોલિસે કોઈપણ પ્રકારની પરવાનગી આપી ન હતી તેમ છતાં કેજરીવાલની સરકારે આંદોલનકારીઓ સામે કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરી ન હતી. એવી માહિતી ખુદ દિલ્હી પોલિસે મંચે કરેલી આર.ટી.આઈની અરજીના પ્રત્યુત્તરમાં આપી હતી. દેશની રાજધાનીમાં જેટલી મસ્જિદો અને મદ્રેસાઓ છે એ તમામે તમામના મૌલવીઓને દિલ્હી સરકાર દર મહિને કરોડો રૂપિયા પગાર ચુકવે છે તેવો આક્ષેપ પણ મંચના પ્રમુખે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...