રજુઆત:પૂર્વ વિપક્ષીનેતાના નેજામાં શહેરની સુવિધા સુધારવા માંગ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ પાલિકામાં સી.અો અને પ્રમુખ પાસે કરી રજુઆત

ભુજ નગરપાલિકામાં ગુરુવારે પૂર્વ વિપક્ષીનેતાની અાગેવાની હેઠળ હાલના વિપક્ષીનેતા અને નગરસેવકો સહિત કોંગ્રેસી કાર્યકરો ધસી અાવ્યા હતા. જેમણે મુખ્ય અધિકારી અને પ્રમુખ પાસે શહેરમાં ગટર, પાણી, સફાઈ સહિતની કથળતી સુવિધા મુદ્દે રજુઅાત કરી હતી.ભુજ નગરપાલિકામાં બહુમતી ભાજપની છે અને કોંગ્રેસના અાંગળીના વેઢે ગણાય અેટલા જ નગરસેવકો છે. ગત ટર્મના વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ન હતી. પરંતુ, લાંબા સમય બાદ ફરી નગરપાલિકામાં હાલના વિપક્ષીનેતા કાસમ સમા સહિતના નગરસેવકો સાથે સુધરાઈમાં ધસી અાવ્યા હતા.

જેમણે વોર્ડ નંબર 1 અને 2 ઉપરાંત શહેરમાં ગટર, પાણી, સફાઈ, રોડ લાઈટ, માર્ગો સહિતના મુદ્દે શાસક પક્ષની નબળી કામગીરીની ટિકા કરી હતી. તેમણે મુખ્ય અધિકારી મનોજ સોલંકી ઉપરાંત પ્રમુખ ઘનશ્યામ ઠક્કર જોડે શહેરના લોકોની સુવિધા સુધારવા ઉપર ભાર મૂક્યો હતો. જોકે, પૂર્વ વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજા નગરસેવક ન હોઈ નિષ્ક્રીય થઈ ગયા છે અને લાંબા સમય બાદ દેખાયા હતા. બાકીના વિપક્ષી નગરસેવકો તેમના જોડે રજુઅાતમાં જોડાયા હતા, જેથી લાંબા સમય બાદ વિપક્ષ અાક્રમક રીતે નજરે ચડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...