માંગ:કચ્છથી બાડમેર સુધી દરિયાઇ નહેર બનાવવા રાજસ્થાનમાં માંગ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના મહેસુલ મંત્રીએ જ મુખ્ય મંત્રી અશોક ગહેલોતને કહ્યું
  • 2015માં પ્રસ્તાવ બાદ સંભવિત યોજના હાલ અભેરાઇ પર

કચ્છથી રાજસ્થાન સુધી કૃત્રિમ દરિયાઇ નહેર પર હાલ કેન્દ્ર સરકાર પણ કામ કરી રહ્યું છે. તો હવે પાડોશી રાજસ્થાન રાજ્યમાં પણ કચ્છના મુન્દ્રા બંદરથી રાજસ્થાનના બાડમેર સુધી દરિયાઇ નહેર બનાવી સુકા બંદરના નિર્માણની યોજના પર કામ કરવાની માંગ ઉઠી છે. ખૂદ રાજસ્થાન સરકારના મહેસુલ મંત્રીઅે અા અંગે સીઅેમ અશોક ગહેલોતને પત્ર લખી અા કાર્ય કરવા માંગ કરી છે.અા અંગે મળતી વિગતો મુજબ કચ્છથી લઇને છેક રાજસ્થાનના સુધી અેક દરિયાઇ નહેર બનાવી બાડમેરના બાખાસર ગામ પાસે અેક સુકા બંદર બનાવવાની યોજના 2015માં બનાવવામાં અાવી હતી.

ત્યારે બાડમેરના સાંસદે પણ અહી અા પ્રકારે સુકા બંદર બનાવવાની માંગ કરી હતી. જે તે વખતે અદાણી ગ્રુપે પણ અા યોજના માટે પ્રસ્તાવ રાખ્યો હતો. કેન્દ્ર સરકાર પણ અાવી રીતે અેક યોજના તૈયાર કરી રહી હતી. જોકે છેલ્લા ચાર-પાંચ વર્ષથી અા યોજના પર કોઇ કામ થઇ રહ્યુ નથી. તેવામાં રાજસ્થાના મહેસુલ મંત્રી હરીશ ચાૈધરીઅે ફરી અા પ્રસ્તાવ પર કામ કરવા રાજ્યના સીઅેમ અશોક ગહેલોતને પત્ર લખ્યો છે. જેમાં જણાવાયુ છે કે અહીં બંદર બનાવવામાં અાવે તો ઉત્તર ભારતના મોટાભાગના કારગોની અાયાત-નિકાસ અહીંથી થઇ શકે તેમ છે. જેથી બાડમેર જિલ્લા અને રાજસ્થાનને તેનો ફાયદો થઇ શકે છે.

યોજના સાકાર થાય તો લાંબાગાળે કચ્છને નુકસાન
અા પ્રકારની યોજનામાં અામ તો વર્ષોના વર્ષો વિતિ જાય છે. તેમા પણ ભારત જેવા દેશમાં તો અાવી યોજના કાગળોમાં જ અટાવઇ જાય છે. ત્યારે સમગ્ર યોજના જમીન પર અાવે તેને દાયકા નિકળી જાય તેમ છે. અને જો ખરેખર જો અા પ્રકારનું રાજસ્થામાં કોઇ સુકુ બંદર બને તો લાંબા ગળે કચ્છને નુકસાન થાય તેમ છે. કારણ કે ઉત્તર ભારતના માલ-સામાનની અાયાત-નિકાસ હાલ કચ્છના બંદરો થકી થાય છે તેનો અમુક હિસ્સો રાજસ્થાનના અા બંદરમાં વહેંચાઇ જાય તેવી સંભાવના છે.

શિપિંગ મંત્રી નીતિન ગડકરી 2015માં કંડલા અાવીને યોજના જાહેર કરી ગયા હતા
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર પણ અાવી અેક યોજના પર કામ કરી રહી છે. નીતિન ગડકરી જ્યારે શિપીંગ મંત્રી હતા તે વખતે તેઅોઅે 2015માં કંડલાની મુલાકાત લીધી હતી. ત્યારે પણ તેઅોઅે કંડલાથી રાજસ્થાન સુધી દરિયાઇ નહેર બનાવવાની જાહેરાત કરી હતી. જોકે ત્યારબાદ 6 વર્ષમાં અા યોજના પર કોઇ કામ થયું નથી.

બાય રોડ 370 કિમી પણ રણમાંથી નહેર થાય તો માત્ર 150થી 200 કિમી થાય !
નોંધનીય છે કે હાલ મુન્દ્રાથી બાડમેરના બાખાસર બાય રોડ અંદાજે 370 કિમી થાય છે. પરંતુ અા નહેર રણમાંથી પસાર થવાની હોવાથી જેની લંબાઇ માત્ર 150થી 200 કિમી માંડ થાય છે.

અન્ય સમાચારો પણ છે...