માગણી:થરાવડાની બે સગી બહેનોના અપહરણ કેસમાં આરોપીઓને ઝડપી પાડવા માંગ

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બે દિવસ પૂર્વે ભુજ તાલુકાના થરાવડા ગામની બે સગી બહેનોનું અન્ય સમાજના યુવકો લગ્નની લાલચે અપહરણ કરી ગયા હોવાનો ગુનો પદ્ધર પોલીસ મથકે નોંધાયો છે, જેમાં હજુ સુધી પોલીસને અારોપી શોધવામાં સફળતા મળી નથી. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના અાગેવાનો ડીવાયઅેસપી સાથે ચર્ચા કરતા પોલીસ તંત્રઅે વહેલીતકે અારોપી પકડી લેવાશે તેવી બાહેંધરી અાપી હતી.

અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઇ રાયમા, રમજાન સમા અને સિકંદર બાફણ સહિતના અાગેવાનો થરાવડા ગામના બનાવ અંગે ડીવાયઅેસપીની રૂબરૂ મુલાકાત લઇ બનાવ અંગે ચર્ચા કરી હતી. અારોપીઅો વહેલીતકે પકડાય અને સગીરાઅોને મુક્ત કરાય તેવી માગણી કરતા જે. અેન. પંચાલે પ્રતિનિધિ મંડળને બાહેંધરી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...