તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Demand For Registration Of Crime Against Those Who Hatched 5,000 Eggs Of 'Pink Dome' Bird Breeding In Kutch Desert From Pakistan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકૃત કૃત્ય:પાકિસ્તાનથી આવીને કચ્છના રણમાં પ્રજનન કરતા ‘ગુલાબી ધોમડો’ પક્ષીના 5 હજાર ઇંડાનો અજાણ્યા શખ્સોએ કચ્ચરઘાણ કાઢી નાખ્યો

ભુજએક મહિનો પહેલા
પહેલી તસવીરમાં ખાલી માળા દેખાઈ રહ્યા છે. બીજી તસવીરમાં ઇંડાઓ વેરવિખેર જોવા મળે છે.
  • કચ્છમાં વિકાસની આંધળી દોટમાં પ્રકૃતિનો વિનાશ

કચ્છમાં વિકાસના ઓઠા હેઠળ સરેઆમ પ્રકૃતિનું વિનાશ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના રણમાંથી બનતા સાંતલપુર તરફના માર્ગના પગલે અનેક પક્ષી વસાહતોનું કચ્ચરઘાણ કાઢી નાખવામાં આવ્યું છે. ખાસ કરીને ‘ગુલાબી ધોમડો’ના 5 હજાર જેટલા ઇંડા અને સુરખાબના ઇંડાનો નાશ કરાતા જવાબદારો સામે વાઇલ્ડ લાઇફ એક્ટ તળે ગુનો નોંધવા માંગ ઉઠી રહી છે. પક્ષીશાસ્ત્રનો અભ્યાસ એ અવલોકનનો વિષય છે. કુદરતની કેડીમાં આંખ અને હૃદય ખુલ્લા રાખીએ તો જ કુદરત પોતાના અવનવા રૂપનું દર્શન સાચા પ્રકૃતિપ્રેમીને કરાવતી હોય છે.

વેરવિખેર થયેલા પક્ષીના ઇંડાઓની તસવીર
વેરવિખેર થયેલા પક્ષીના ઇંડાઓની તસવીર

પ્રથમ વખત મોટાપાયે પ્રજનન થયું હતું
સારા વરસાદના પગલે લબાલબ ભરાયેલા કચ્છના રણના પાણીએ સુરખાબને ત્રણ વખત બચ્ચાં ઉછેરવાની તક આપી હતી. ભર ઉનાળે પણ રણમાં પાણી ભરાયેલા હોવાથી અહીં પક્ષીસૃષ્ટિ ખુબ જ ફાલી છે. એકલમાતાના રણમાં એક લાખથી વધુ ‘ગુલાબી ધોમડો’ પાકિસ્તાનના મકરાનથી માંડીને ભૂમધ્ય સમુદ્ર સુધી બચ્ચાં ઉછેરે છે પરંતુ કચ્છના રણની સરહદ બચ્ચાં ઉછેરમાં રૂકાવટ બનતી હતી. ‘ગુલાબી ધોમડો’ કયાં પ્રજનન કરે છે તેની ધારણામાં પક્ષીશાસ્ત્રીઓ અત્યાર સુધી કચ્છમાં ભટકતા રહ્યા હતા. પ્રથમ વખત ‘ગુલાબી ધોમડો’ બચ્ચાં ઉછેરવા માટે રણમાં મોટાપાયે પ્રજનન કર્યું હોવાના પૂરાવા સાથે ઇંડા, બચ્ચાં સહિત પક્ષીઓની એક મોટી વસાહત જોવા મળી છે.

વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માગ
આ પક્ષી શિયાળા દરમ્યાન કચ્છ આવે છે. વિકાસની આંધળી દોટમાં બનતા રોડની બંને બાજુ અને રોડ ઉપર કચ્છના ઇતિહાસમાં કદી નહીં નોંધાયેલા ‘ગુલાબી ધોમડો’ની પ્રજનન વસાહત જોવા મળી છે. ડો. સાલીમ અલીએ નોંધેલા પેલીકન, સુરખાબ, ઉલ્ટીચાંચના પ્રજનન બાદ ‘ગુલાબી ધોમડો’નું પ્રજનન કચ્છની પક્ષીશાસ્ત્રની અનન્ય ઘટના છે. રોડના કામના પગલે કામદારો, કોન્ટ્રાક્ટર, મજૂરો અને કામ કરતી કંપનીના સત્તાવાળાની બેદરકારીના કારણે અહીં હજારો ઇંડા, બચ્ચાંનું કત્લેઆમ થઇ રહ્યું છે. જિલ્લાના એકમાત્ર પ્રજનન સ્થળની નખોદ વાળી દેવાઇ છે. ઠેર-ઠેર પક્ષીઓના બચ્ચાં, ઇંડાનો કચ્ચરઘાણ કરી દેવાતાં વાઇલ્ડ લાઇફ એક્ટ તળે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પક્ષીપ્રેમીઓ દ્વારા ઉઠી છે. આ અંગે ભુજના પક્ષી નિરીક્ષક નવીન બાપટનો સંપર્ક કરતાં તેમણે પણ આવું કાંઇક હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

પક્ષી વસાહત નામશેષ થાય તે પહેલા વન વિભાગ ગુનો નોંધશે?
પક્ષી સૃષ્ટિ, પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી દેશની સંસ્થાઓ બી.એન.એચ.એસ. અને ડબલ્યુ.આઇ.આઇ.એ રોડ માટે મંજૂરી આપી ‘ગુલાબી ધોમડો’ના પ્રજનન સ્થળના વિનાશમાં આડકતરી રીતે સહભાગી બની છે. જો કે, આ ભૂલ હજુ જંગલ ખાતું જરૂર સુધારી શકે છે. જવાબદારો સામે ગુનો દાખલ કરવાની સત્તા વન વિભાગને છે. આ વસાહત સંપૂર્ણ નાશ પામે તે પહેલા વન વિભાગે જરૂરી કાર્યવાહી કરી પગલા ભરવા જોઇએ તેવી લોક માંગ પક્ષીપ્રેમીઓ દ્વારા ઉઠી છે.

જિલ્લામાં પક્ષીઓની જાત 400ને આંબી
કચ્છના પક્ષીશાસ્ત્રમાં ડો. સાલીમ અલીએ નોંધેલા પક્ષીઓની 350થી વધુ જાતોમાં હવે વધારો થઇને આ આંકડો 400ને આંબી ગયો છે. ઉત્સાહી નવા પક્ષી નિરીક્ષકોએ 52 જાતોનો ઉમેરો પોતાના અવલોકન દ્વારા કર્યો છે, જે મુજબ આ આંકડો હવે 400ને આંબી જાય છે.

કચ્છના પક્ષીશાસ્ત્રના ઇતિહાસમાં નવું પીછું ‘ગુલાબી ધોમડો’
અત્યાર સુધી કચ્છમાં સુરખાબ, પેલીકન, ઉલ્ટીચાંચ સહિતના પક્ષીઓની વસાહતો બાદ ‘ગુલાબી ધોમડો’ની વસાહત મળી આવતાં કચ્છના પક્ષીશાસ્ત્રના ઇતિહાસમાં નવું મોરપીછું ઉમેરાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો