રજૂઆત:કચ્છના બન્નીમાં વનવિભાગના ખાડા પશુઓ માટે ઘાતક સાબિત થતા પુરવા માટે માગ

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માલધારીઓએ વાડા ફરતેના ખાડા પુરવાની માગ કરી

ભુજ તાલુકાના સરહદી બન્ની વિસ્તારમાં વન વિભાગ દ્વારા રક્ષિત વાડાઓની ચૌ તરફ 5 ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે. આ ખાડાઓમાં માલધારીઓના પશુઓ પડી જાય છે અને અકાળે મૃત્યુ પામે છે. જેના કારણે આર્થિક નુકશાની ભોગવવી પડી રહી છે તેથી વન વિભાગ આ પ્રકારના ખાડાઓની પુરવણી કરે એવી માંગ સરાડા જૂથ ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને સંબોધી કરવામાં આવી છે.

ખાવડા પોલીસ મથકે પશુ મૃત્યુ અટકાવવા સબબ સરાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને બન્ની વિસ્તારના સામાજિક આગેવાનોએ કચ્છ કલેકટર સહિતના વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં રજુઆત કરવામાં આવી છે કે વન વિભાગના બન્નીના સરાડા અને આસપાસના ગામના સીમમાં વાડા આવેલા છે તેની ફરતે 5 ફૂટ ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. આ ખાડામાં માલધારી વર્ગની જીવાદોરી સમી ભેંસો પડી જવાથી મૃત્યુ પામે છે.

થોડા દિવસ પહેલા જત કાસમ ભકરિયાની ભેંસ ખાડામાં પડીને મરણ પામી હતી જેના કારણે રૂ. 40 હજાર જેટલી નુકશાની સહન કરવી પડી હતી. જો આમને આમ ચાલતું રહ્યું તો બન્ની વિસ્તારના માલધારીઓ પાયમાલ થઈ જશે. સરાડા ગામના સરપંચ જત બબાભાઈ જીવરાજ, મુકિમ સમાં વગેરે આગેવાનોએ તંત્ર દ્વારા ખાડા પુરી દેવાની રજુઆતમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...