માંગ:રવીપાક માટે નર્મદા કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માંગ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી માસમાં રવીપાકની સિઝન શરૂ થવા જઇ રહી છે. ચોમાસાની સિઝનમાં સમયસર વરસાદ ન થતાં ફટકો પડ્યો હતો. ત્યારે રવીપાકના વાવેતરમાં વધારો થાય તે માટે સમયસર કચ્છની નર્મદા કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી માંગ રાપર ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.

રાપરના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત નર્મદા જળ સંપતિ મંત્રી જીતુભાઈ ચૌધરી, વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી,સરદાર સરોવર નર્મદા વિભાગ, કરછ કલેક્ટર સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ કે,રાપર અને ભચાઉ તાલુકામાં રવિ પાકની સીઝન 1 નવેમ્બરથી શરુ થવા જઈ રહી છે ત્યારે ખેડૂતોએ તૈયારી કરી લીધી છે પણ પાણીના અભાવે રવિપાકના વાવેતરમાં વિલંબ થઇ રહ્યો છે.જેથી પાણી છોડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.ગત સિઝનમાં એરંડા અને કપાસ જેવા લાંબાગાળાના પાકોનું વાવેતર થયું હતું પણ ઓગસ્ટ મહિનામાં વરસાદ ન થતાં પાક નિષ્ફળ ગયો હતો. જેથી આ વખતે તાત્કાલિક પાણી છોડવામાં આવે અન્યથા સમયમાં ખેડુતોને સાથે રાખીને કેનાલ પર ધરણા તથા ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી સંતોકબેને ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...