તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કચ્છના વહીવટી તંત્રમાં સ્ટાફની ઘટ તાત્કાલિક નિવારવા માંગ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોના કામો ટલ્લે ચડતા હોવાની રાવ ઉઠી
  • રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરાઇ

કચ્છમાં શિક્ષકો, તલાટી, મામલતદાર, નાયબ મામલતદાર વગેરેની ઘટના કારણે લોકોના કામો ટલ્લે ચડતા હોવાની રાવ ઉઠી છે.જિલ્લાનો વિસ્તાર મોટો અને અન્ય જિલ્લાઓથી દુર હોઇ મહેકમ ભરાતું નથી. ભરતી થયેલા કર્મીઓ જેવા કે, શિક્ષક, તલાટી, નાયબ મામલતદાર વગેરે જિલ્લા ફેર બદલીનો લાભ લઇ અન્ય જિલ્લાઓમાં ચાલ્યા જાય છે અને પ્રમોશન મળવાથી પણ જિલ્લા બદલી થતી હોય છે, જેથી કચ્છમાં હંમેશાં સ્ટાફની ઘટ જ રહે છે.

કચ્છની સરખામણીએ અન્ય જિલ્લા વિસ્તારની દ્રષ્ટિએ નાના અને દરેક તાલુકા વચ્ચેનું અંતર ઓછું હોવાથી તેમજ કર્મચારીઓ પણ તે જ જિલ્લાના હોવાથી જિલ્લા ફેર બદલીની જરૂરત રહેતી નથી, જેથી મહેકમ ભરાયેલું રહે છે. વધુમાં અન્ય જિલ્લાઓમાં કલાર્ક, રેવેન્યૂ તલાટીઓને હંગામી ધોરણે પ્રમોશન આપી નાયબ મામલતદારોની ઘટ નિવારાય છે. લોકોના કામો ટલ્લે ચડે છે. આ અંગે માંડવીના એમ.એમ. મહેતાએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

દુષ્કાળમાં અધિક માસ જેવો તાલ
કચ્છમાં 56 જેટલા નાયબ મામલતદારોની જગ્યા ખાલી છે અને તાજેતરમાં 50 નાયબ મામલતદારોને ચૂંટણી કામગીરી સોંપાઇ હતી, જેથી સ્ટાફની અછત વચ્ચે ચૂંટણી સમયે દુષ્કાળમાં અધિક માસ જેવો તાલ સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...