રજૂઆત:5 હેક્ટરથી નાની લીઝને પર્યાવરણના પ્રમાણપત્રમાંથી મુક્તિ આપવા માગ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ બેન્ટોનાઇટ એસો.એ પ્રાદેશિક અધિકારી સમક્ષ કરી રજૂઆત

નવા કાયદાને પગલે છેલ્લા પાંચ વર્ષથી કોઇ પણ લીઝ ફાળવણી કરતા પહેલાં જે તે સ્થળે લોક સુનાવણી યોજાય છે. આ કારણોસર કચ્છમાં બહુ જ ઓછા પ્રમાણમાં લીઝ મંજૂર કરાઇ છે પરિણામે લીઝ ઉદ્યોગ આધારિત મજૂરોને બેરોજગારીનો સામનો કરવો પડે છે વિકલ્પે પાંચ હેક્ટર કરતા નાની હોય તેવી લીઝની માગણીમાં પર્યાવરણને લગતા પ્રમાણપત્રમાંથી મુક્તિ આપવા માગ કરાઇ છે.

આ અંગે ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી અને પશ્ચિમ કચ્છના સભ્ય સચિવ સમક્ષ કચ્છ બેન્ટોનાઇટ વેલફેર એસોસિયેશને કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, 1960 કે તેથી પણ પહેલાથી માંડવી તાલુકાના અમુક ગામોમાં બેન્ટોનાઇટ ઉત્ખનનનું કામ ચાલુ છે. આટલા વર્ષોથી પર્યાવરણને લગતો કોઇ પ્રશ્ન પેદા થયો નથી. આ ઉપરાંત સ્થાનિક ખેતીને કોઇ નુક્સાન થયું હોવાનું જણાયું નથી. બેન્ટોનાઇટ માઇનિંગ થયા બાદ ખાડાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે તેનો ખેતીમાં ઉપયોગ કરાય છે. આમ આ ઉદ્યોગને કારણે પર્યાવરણને કોઇ નુક્સાન થયું નથી. આ સંજોગોમાં પાંચ હેક્ટરથી નાની લીઝને એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સમાંથી બાકાત રાખવામાં આવે તેવી માગ એસોસિયેશનના પ્રમુખે કરી હતી.

આ ઉપરાંત ઇસી મેળવવાની જવાબદારી લીઝ ધારકના બદલે ખનીજ વિભાગને આપવા, જે વિસ્તારમાં બેન્ટોનાઇટ મળી આવે તેવા ગામોમાં નાના નાના ક્લસ્ટર બનાવવા કરતાં પૂરા ગામનું એક ક્લસ્ટર બનાવી એક જ વાર હિયરિંગ કરી આખા ગામનું એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ મેળવવાની માગ એસોસિયેશને કરી છે.

નવી ખનીજ નીતિ મુજબ હવેથી દરેક લીઝ જો લિલામની પધ્ધતિથી આપવાની હોય તો તે અંગેની દરેક એનઓસી લેવાની જવાબદારી ખનીજ ખાતાને સોંપવા, માઇનિંગ થયેલા ખાડાઓને રીફીલિંગ કરવાનો કાયદો છે તેમા સુધારો કરીને મફતમાં બનતા તળાવોને ફરીથી દાટવા કરતાં તેનો ઉપગયોગ ખેતી તેમજ અન્ય ક્ષેત્રે કરવા, અનાવશ્યક પબ્લિક હીયરિંગના ખર્ચ કરવા કરતાં અમુક ચોક્કસ રકમ લીઝ ધારક પાસેથી લઇ પર્યાવરણના હિતમાં વાપરવાની માગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...