માંગણી:કુનરિયાની ખાસ ગ્રામસભામાં 104 પરિવારોની ગોબર ગેસની માંગણી

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીકરી જન્મના વધામણા સાથે તેમના વાલીઓનું સન્માન

ભુજ તાલુકાના કુનરિયામાં ગાંધીજયંતીઅે મળેલી ખાસ ગ્રામસભામાં 104 પરિવારોઅે ગોબર ગેસની માંગણી કરતાં તે અંગેનો ઠરાવ કરાયો હતો.જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા અને તાલુકા વિકાસ અધિકારી શૈલેષ રાઠોડની હાજરીમાં યોજાયેલી ગ્રામસભામાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની સાથે પાણી સંબંધિત બજેટ, ભૂગર્ભ જળના સંગ્રહ મુદ્દે ચર્ચા કરાઇ હતી. ગામમાં અાગામી દિવસોમાં સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે. મેડિકલ અોફિસર મનોજ પરમારે 100 ટકા કોરોના રસીકરણ માટે અપીલ કરી હતી.

ગામમાં હાલે 93 ટકા કામગીરી થઇ છે અને બાકી રહેલા લોકોને પણ રસી લેવા અનુરોધ કરાયો હતો. દર વર્ષે સારી સફાઇ કામગીરી બદલ અેવોર્ડ અપાય છે, જે અન્વયે હીના ગરવા, કોમલ કેરાસિયા અને ફરહાના લુહારને અેવોર્ડ અપાયો હતો. વ્હાલી દીકરીના વધામણા પહેલ હેઠળ દીકરી માટે કપડા સહિતની કિટ અાપી, જીન્નત સુમરા, બબી કેરાસિયા અને જાહેરા લુહારના વાલીઅોનું બહુમાન કરાયું હતું. અા તકે લોકોને વતન પ્રેમ યોજના, 15મા નાણાપંચ, રસીકરણ અને સ્વચ્છ ભારત અભિયાન અંગે માહિતી અપાઇ હતી. સેતુ અભિયાનના ધવલ અાહીર, કચ્છ યુનિ.ના પ્રાધ્યાપક ચિરાગ પટેલ, જિજ્ઞેશ તાળા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...