તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવા માગ

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં અણુવ્રત સમિતિ દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત

અહિંસાને વરેલા જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન કચ્છ સહિત દેશભરમાં કતલખાના બંધ રાખવા માટે ભુજમાં અણુવ્રત સમિતિ દ્વારા કલેક્ટર તેમજ નગર પાલિકા સમક્ષ રજૂઆત કરાઇ હતી. તા. 3થી 11/9 સુધી પર્યુષણ પર્વ ઉજવાશે ત્યારે આ પવિત્ર દિવસોમાં કતલખાના સંપૂર્ણપણે બંધ રહે તેવી સમસ્ત જૈનોની અપીલ હોય છે.

માનવતાવાદી આ અનુરોધનું ચુસ્તપણે પાલન થાય તેવી સમગ્ર જૈન સમાજની લાગણી અને માંગણી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણની જાળવણી અને અહિંસાનો છે તેમ આવેદન પત્રમાં જણાવાયું હતું. ભુજ સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મહેતા, મંત્રી જયેશ દોશી, ઉપાધ્યક્ષ સંદિપ મહેતા, ખજાનચી હાર્દિક બાબરીયા, મહેશ પ્રભુલાલ મહેતા, વી. બી. સી. સમાજના પ્રમુખ ભદ્રેશ દોશી, વાડીલાલ મહેતા તથા જીતેન્દ્ર દોશી કારોબારી ચેરમેન જગત વ્યાસ સમક્ષ રજૂઆતમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...