રજૂઆત:કચ્છના નિવૃત્ત જવાનોના રહેણાંક માટે પ્લોટ ફાળવવા ઉઠતી માંગ

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીકર-ગ્રોસરી, કચેરી માટેની જમીન સહિતના મુદ્દે જિલ્લા સમાહર્તાને કરાઇ રજૂઆત

નિવૃત્ત જવાનોને પ્લોટ ફાળવવા સહિતના મુદ્દે કચ્છ જિલ્લા નિવૃત્ત અર્ધ સૈનિક બળ અેસોસિયેશને જિલ્લા સમાહર્તાને અાવેદન પાઠવ્યું હતું.

નિવૃત્ત જવાનોને રહેણાંક માટે પ્લોટ ફાળવવા, અેસોસિયેશનની કચેરી માટે પ્લોટ ફાળવવા, સૈન્ય સેવા દરમ્યાન નિવૃત્ત જવાનોઅે વિવિધ રાજ્યોમાંથી હથિયાર અંગેના લાઇસન્સ મેળવ્યા હતા, તે મેળવવા તેમજ ભુજમાં સીમા સુરક્ષા દળની હેડક્વાર્ટર કેન્ટિનમાંથી લીકર/ગ્રોસરી સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઅોની સુવિધા મળતી થાય તે માટે કચ્છ જિલ્લા નિવૃત્ત અર્ધ સૈનિક બળ અેસોસિયેશન દ્વારા નિવાસી અધિક કલેક્ટર હનુમંતસિંહ જાડેજા મારફતે કલેક્ટરને રજૂઅાત કરાઇ હતી.

અા તકે જિલ્લા પ્રમુખ પ્રવીણસિંહ સોઢા, બળવંતસિંહ ગોહિલ, હસમુખ ચાૈહાણ, પ્રવીણસિંહ સોલંકી, રણજિતસિંહ ચાૈહાણ, શકોજી જાડેજા, નાથુસિંહ સોઢા, ખેતાજી સોઢા, મહેશ પંડ્યા, ગોવિંદ અાહીર સહિત નિવૃત્ત જવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...