તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કચ્છના ખેડૂતોને જમીનનું પુરતું વળતર આપવા માંગ

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણા વ્યાપારી મંડળના પ્રમુખની CMને રજુઆત

કચ્છ જિલ્લાના મોટાભાગના ખેડૂતો રાજ્યની ભાજપ સરકાર તરફી રહ્યા છે તેથી તેમની જમીનોનું પુરતું વળતર મેળવવા સરકાર પાસે અપેક્ષા રાખવામાં આવી રહી છે. ધરતીપૂત્રોની જમીનો જંતરીના ભાવે કંપનીઅો તેમના ઉદ્યોગોને અનુલક્ષીને મેળવવા માંગે છે અને પોલીસ રક્ષણ મેળવી ભય ફેલાવી ખેડૂતોની જમીનમાં પ્રવેશ કરી પોતાની મનમાની કરી રહ્યા છે જેથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. અા ખેડૂતોને ન્યાય મળે તે માટે નખત્રાણાના પૂર્વ સરપંચ અને વ્યાપારી મંડળના પ્રમુખ હીરાલાલ સોનીઅે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઅાત કરી છે.

જંત્રીના ભાવ કરતા બજાર ભાવ ઘણા જ ઉંચા છે, વડી જંગલની જમીન અને રોડટચ જમીનની જંતરીના અેક જ ભાવના હુકમ કલેકટર કક્ષા સુધી થતા હોય છે. કંપનીઅો દ્વારા અાવી જમીનો પોલીસ રક્ષણ મેળવી અને ઝૂંટવી લેવાના અાક્ષેપો કરાયા છે. જમીન સંપાદનના ભાવ ખેડૂતોને ધ્યાનમાં રાખીને રાખવા જોઇઅે.

હાલના સમયમાં કચ્છમાં ખેડૂતોની જમીન, ગાૈચર જમીન કે ગામની અન્ય જમીનો અંગે વિવાદો વધી ગયા છે. તેમ છતાં લોકોની અનેક રજૂઅાતોથી તંત્ર તરફથી કોઇજ સહકાર નથી મળતો હોવાની વાત પણ લોકો ઉચ્ચાઇ રહ્યા છે. ખેડૂતોની જમીનનું યોગ્ય વળતર મળે તે માટે સરકારે ધ્યાને લેવું જોઇઅે તેવી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...