તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ઓક્સિજન વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા માંગ

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ગ્રામપંચાયતોને 15માં નાણાપંચમાથી કોવિડ કામગીરીના ખર્ચની મંજૂરી આપો

કચ્છમાં કોરોના મહામારીની સ્થિતિ દિવસા-દિવસે વણસતી જાય છે ત્યારે અોક્સિજનની વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા અને ગ્રામપંચાયતોને 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી કોવિડ કામગીરીનો ખર્ચ કરવાની છૂટ અાપવા માંગ ઉઠી છે. મહામારી વચ્ચે જિલ્લાવાસીઅો કષ્ટદાયક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોને અોક્સિજનની ખપત કરતાં અોછો જથ્થો અપાય છે, જેથી ખાનગી હોસ્પિટલોના તબીબો ગંભીર દર્દીઅોને અન્યત્ર રીફર કરે છે અથવા તો અાવા દર્દીઅોને દાખલ જ કરતા નથી, જેથી સરકારી હોસ્પિટલો પર પણ ભારણ વધી જાય છે.

ગત વર્ષે ગ્રામપંચાયતોઅે યથાયોગ્ય પ્રયાસો કરી કોરોનાને અંકુશમાં રાખ્યો હતો અને તંત્ર દ્વારા પણ માસ્ક વિતરણ, સેનેટાઇઝર, દવા કે અન્ય ખર્ચ માટે 14મા નાણાપંચમાંથી ખર્ચ કરવાની છૂટ અાપી હતી. વર્તમાન સમય પરિસ્થિતિ ગંભીર છે, જેથી અને માસ્ક, સેનેટાઇઝર, દવાની સાથે અાઇસોલેટ સેન્ટરો ઉભા કરવાની તાતી જરૂરિયાત છે, જેથી 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ખર્ચની છૂટ અાપવા અને અોક્સિજનની વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ સુરેશ છાંગાઅે કલેક્ટરને લેખિત રજૂઅાત કરી છે.

હજુ કેટલો સમય જી હજુરી કરતા રહેશો : ઝિંકડી સરપંચની અોડિયો ક્લીપ વાયરલ
કચ્છમાં અોક્સિજન, રેમડેસવીર ઇન્જેક્શન, વેન્ટીલેટરની અછત વચ્ચે કોરોનાની હાલની પરિસ્થિતિ નજરે ઝિંકડી સરપંચ વાલજી અાહીરે જન પ્રતિનિધિઅોને જગાડવા કાકલુદી સાથે રોષ ઠાલવ્યો છે, જેની અોડિયો ક્લીપ વાયરલ થઇ છે, જે મુજબ હજુ કેટલો સમય જી હજુરી કરતા રહેશો, પક્ષાપક્ષી ભૂલીને સાંસદ, ધારાસભ્ય વગેરે પ્રતિનિધિઅો પર દબાણ લાવો અને જો તેઅો મદદ કરવા તૈયાર ન હોય તો તેમને જન પ્રતિનિધિ તરીકે રહેવાનો કોઇ અધિકાર નથી. હાલની સ્થિતિઅે લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા તે મુજબ મદદની નહીં કરો પ્રજા માફ નહીં કરે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો