તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લખપતમાં કેટલીક પવનચક્કી, સિમેન્ટ એકમ, મીઠા અને કેમિકલ ઉદ્યોગને શરૂ કરવા સરકારે બેથી ત્રણ વર્ષ પહેલાં મંજૂરી આપી છે તેમ છતાં ઉદ્યોગકારો દ્વારા તેમના એકમો ચાલુ નથી કરાયા પરિણામે સ્થાનિક બેરોજગારો રોજગારીથી વંચિત રહે છે. આ દિશામાં તાત્કાલિક યોગ્ય પગલાં ભરવાની માગ મુખ્યમંત્રી સમક્ષ કરવામા આવી છે.કેન્દ્રીય ગૃહમંત્રીએ કચ્છની મુલાકાત દરમિયાન સરહદી ગામોમાં શહરો જેવી સગવડો અપાશે તેમ જણાવ્યું હતું. તેમણે આપેલી આ ધરપતને પગલે રાજ્ય સરકાર દ્વારા લખપત તાલુકામાં મંજૂર થયેલા ઉદ્યોગોને તાકીદે શરૂ કરાવાય તે આવશ્યક છે કેમ કે,
આ પંથકમાં રોજગારીની વિકટ સમસ્યા છે. દયાપરથી લખપત અને નારાયણસરોવરના દરિયા કિનારા સુધી 400 જેટલી પવનચક્કી ઉભી કરી શકાય તેમ છે પણ સરહદ લાગુ પડતી હોવાથી શરૂ થઇ શકતી નથી. હાજીપીરથી ગુનેરી રણ વિસ્તાર વચ્ચે પાંચ બ્રોમિન સોલ્ટ ઉત્પાદક કંપનીને મંજૂરી મળી ગઇ છે તેમ છતાં તેને શરૂ કરવાની કાર્યવાહી હજુ સુધી કરવામા આવી નથી. આ ઉદ્યોગો શરૂ થયેથી લોકોને રોજગારી મળતી થશે તેમ જણાવતાં કોંગ્રેસના પ્રવકતા પી. સી. ગઢવીએ ઉદ્યોગોને ત્વરિત શરૂ કરવા માગ મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ કરી હતી.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.