વિલંબ:સર્વરે દગો દેતા આયુષ્માનકાર્ડ કાઢવાની કામગીરીમાં વિલંબ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિરામયા અભિયાનમાં પણ ઘણા લોકોના કાર્ડ ઇશ્યુ ન થયા

સરકાર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ અમલી બનાવવામાં આવી છે,ત્યારે મોટી અને ગંભીર બીમારીઓમાં રાહતદરે સારવાર મળી રહે એ માટે આયુષ્યમાન કાર્ડની યોજના લાગુ કરાઈ છે. જોકે સર્વર ડાઉનના ધાંધિયાના કારણે કચ્છમાં પણ આ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે જેને પગલે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.કચ્છની સાથે રાજ્યભરમાં છેલ્લા 3 દિવસથી આયુષ્માનકાર્ડ કાઢવાની કામગીરીમાં આ સમસ્યા વિભાગને સતાવી રહી છે.

નવા આયુષ્માનકાર્ડ કાઢવા માટે સૌથી પહેલા આવકના દાખલાને લિંકઅપ કરવાનું હોય છે પણ આવકના દાખલાનું સર્વર જ ઠપ થઈ જતા આયુષ્માન કાર્ડની કેન્દ્રની વેબસાઈટ સાથે લિંક ન થતા આવકના દાખલા ખૂલતા નથી. જેથી નવા કાર્ડ ઈસ્યૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે. બીજી તરફ શુક્રવારે સરકાર દ્વારા નિરામયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે ભુજમાં આયોજિત કાર્યક્રમના સ્થળે પણ સર્વરની ખામીના કારણે તમામ લોકોને કાર્ડ આપી શકાયા ન હતા. જેથી ઘણાને તો ધક્કા પડ્યા હતા. નવા આયુષ્યમાન કાર્ડ માટેની સાઈટ તો કેન્દ્રોમાં ખુલે છે પણ ઝડપી પ્રોસેસ થતી નથી. ધીરે ધીરે વેબસાઇટ પર કામગીરી થતી હોવાથી વધુ કાર્ડ બની શકતા નથી તેવું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...