તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુકમાં વિલંબ:જયનગર સોસાયટીના ફડચા અધિકારીની નિમણુકમાં વિલંબ થતા વન ટાઇમ સેટલમેન્ટ યોજના ઘોંચમાં

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર વર્ષ અગાઉ નાણા ભરપાઈ કરનારાઓને પણ મકાનના દસ્તાવેજ ન બનતા કચવાટ

ભુજ માંડવી રોડ પર આવેલી જયનગર સોસાયટી ફડચામાં લઈ જવાયા બાદ વર્ષોથી ફડચા અધિકારીના વહીવટથી સંચાલન થતું આવ્યું છે, આ દરમ્યાન લોન બાબતે સોસાયટીના મકાન કબ્જેદારો અને બેંક વચ્ચે વિવાદ ઉભો થતાં આ મામલો અદાલત અને ટ્રીબ્યુનલ સમક્ષ પહોંચ્યો હતો. પાંચેક વર્ષ અગાઉ બેંક દ્વારા સરકારની સુચના પ્રમાણે વન ટાઇમ સેટલમેન્ટ યોજના અમલમાં મુકાતાં સોસાયટીવાસીઓ સાથે બેંક તથા ગુજરાત હાઉસિંગ ફાયનાન્સ બોર્ડ વચ્ચે સમાધાન થયું, અને સોસાયટીના અનેક મકાન કબ્જેદારોએ લોન ભરપાઈ કરી દીધી હતી.

હાલ સોસાયટીના ફડચા અધિકારીની મુદત પુરી થતાં અને નાણા ભરપાઈ કરનારાઓને મકાનના દસ્તાવેજ બનાવી આપવાની સતા કોઈ પાસે ન રહેતાં આ વન ટાઈમ સેટલમેન્ટ યોજના અટવાઈ ગઈ છે. એટલું જ નહીં કેટલાક મકાન કબ્જેદારોએ સંપુર્ણ નાણા ચુકવી આપ્યા છતાં તેમને ચાર વર્ષ થયા દસ્તાવેજ બનાવી નથી અપાતા. જેના કારણે એવા મકાન કબ્જેદારોને નાણા ભર્યા છતાં મકાન માલિકનો હકક નથી મળ્યો.

સોસાયટીના ફડચા અધિકારી ન હોવાથી નાણા સ્વીકારાતા નથી અને દસ્તાવેજ આપી શકાતા નથી તો દેવાદારો પર વ્યાજ પર વ્યાજ ચડી રહયું છે.આ રકમ વધતી હોઈ ભવિષ્યમાં બાકી લેણાવાળા મકાન કબજો ધરાવનાર માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે ત્યારે આ બાબતને ગંભીરતા લઈ તાત્કાલિક નિર્ણય લેવાય તેવી રજૂઆત કેડીસીસી બેંકના ચેરમેન સમક્ષ સોસાયટી વતી પ્રમુખ કાંતિભાઈ ગોર દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...