મુશ્કેલી:RTOના લાયસન્સ ટ્રેકમાં ખામી, ટેસ્ટની કામગીરી બંધ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરુવારે સવારે ખોટીપો સર્જાતા અરજદારો પરત ફર્યા

અાર.ટી.અો. કચેરીમાં લાયસન્સના અોટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ખામી સર્જાવાને કારણે ગુરુવાર સવારથી ટેસ્ટ લેવાની કામગીરી બંધ રાખવામાં અાવી હતી, અાજે પણ ટેસ્ટ લેવાશે નહીં તેવું સત્તાવાર યાદીમાં જણાવાયું હતું. લાયસન્સના ટેસ્ટ ટ્રેક પર દરરોજ 200 જેટલા અરજદારો પરીક્ષા અાપવા માટે અાવે છે, ગુરુવારે સવારે ટેસ્ટ લેવાની કામગીરી શરૂ કરાઇ ત્યાં ધ્યાને અાવ્યું કે અાર.અેફ. અાઇડી સ્કેન થવામાં મુશ્કેલી પડી રહી છે જેથી ચકાસણી કરાતા વાયરિંગમાં ખોટીપો થયો છે.

ગુરુવારે કચેરીઅે ટેસ્ટ અાપવા અાવેલા તમામ અરજદારોને પરત ફરવાનો વારો અાવ્યો હતો. અાર.ટી.અો. દ્વારા સત્તાવાર યાદી પાઠવીને જણાવાયું હતું કે, અાજે શુક્રવારે પણ ટેસ્ટ ટ્રેક પર કામગીરી બંધ રહેશે, અા બે દિવસ દરમિયાન જે અરજદારોની અેપોઇન્ટમેન્ટ લેવાયેલી હશે તેમના ટેસ્ટ ટ્રેક શરૂ થશે ત્યારે ટેસ્ટ લેવાશે, નવી અેપોઇન્ટમેન્ટની તારીખ લેવાની જરૂર રહેશે નહીં.

છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ટ્રેકના વાયરિંગના કનેકશન ખુલ્લામાં પડયા રહેતા હોવાથી અવાર નવાર ખોટીપો સર્જાતો હોય છે. બે દિવસમાં ચારસોથી વધુ અરજદારો ટેસ્ટ અાપી શકશે નહીં જેથી સોમવારે ખુલતા દિવસે ફરી અેક વખત ટેસ્ટ ટ્રેક પર અરજદારોની ભારે ભડી જામશે.

અન્ય સમાચારો પણ છે...