તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપ પ્રજવલિત:દિપાવલી બની દીપમય : સ્વામિનારાયણ મંદિરમાં 51 હજાર દીવડાઓ પ્રજવલિત થયા

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રામ ભગવાન અસુરોનો નાશ કરી અયોધ્યા પરત ફર્યા ત્યારે સમગ્ર શહેર તેમને વધાવવા દીવા પ્રજવલ્લિત કરીને શુભેચ્છા વ્યકત કરી હતી. આ પરંપરા આજે પણ સમગ્ર ભારતમાં ઉજવાય છે. ઘરે ઘરે દીપ પ્રગટાવી લોકો આ પ્રસંગને યાદ કરે છે. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરમાં આ વર્ષે 51 હજાર દિવડા પ્રગટાવવાનું આયોજન કરાયું હતું.

જે સંદર્ભે સત્સંગી ભાઈઓ અને બહેનોએ સાંજથી તૈયારી શરૂ કરી દીધી હતી. સંધ્યા સમયે મહંત પુરાણી સ્વામી આદિ સંતો અને સાંખ્ય યોગી બહેનોએ આ પ્રસંગે પૃથ્વી પર સમસ્ત જીવોની શુભ કામના કરી હતી. તેમજ શ્રીહરિ દરેકના જીવનમાં પ્રકાશ પાથરે તેવા આશીર્વાદ આપ્યા હતા. એકાવન હજાર દીપ પ્રગટતા જ સમગ્ર સંકુલ દીપમય બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો