તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:મારીંગણામા 50 લાખના ખર્ચે થયેલા વિકાસ કામોનું લોકાર્પણ

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામને ખંભરાથી જોડતો માર્ગ બનાવવા રાજ્યમંત્રીની હૈયાધારણ

અંજાર તાલુકાના મારીંગણા ગામે સચિવાલય, આંગણવાડી, પેવર બ્લોક, બસ સ્ટેન્ડ, પુર સંરક્ષણ વિભાગ, વન કુટિર, હિન્દુ સ્મશાન દિવાલનું કામ, ગામ પ્રવેશ દ્વાર, ગટર લાઇન, આંતરિક પાણી લાઇન અને પંપ હાઉસ પૈકી 51.61 લાખના ખર્ચે થયેલા વિવિધ વિકાસ કામોનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં રાજયમંત્રી વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે, શહેરની સુવિધા ગામડામાં મળે તેવી સરકારની નેમ હેઠળ આજે ગામડાંઓનો સમતોલ વિકાસ થયો છે. આગામી સમયમાં મારીંગણાથી ખાંભરા જવાનો રસ્તો પણ મંજુરી મેળવી નિર્માણ કરવામાં આવશે. તેમણે બંધારણ દિનની ઉજવણીને આ તકે યાદ કરી હતી. શંભુભાઇ આહિરે જણાવ્યું હતું કે, નાનકડાં ગામમાં એકજ દિવસમાં ૫૧ લાખના વિકાસ કામો સરકારની સફળતા છે. વાલાબાપા હુંબલે કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ૧૦૮, ખિલખિલાટ જેવી આરોગ્ય, મકાન, રોડ રસ્તા વગેરે સુવિધાઓ આપવામા આવે છે જે બિરદાવવા લાયક છે.. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સોલંકીએ વિકાસ કામોની વિગતો આપી હતી.

તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ ડાંગર, બાબુભાઇ મરંડ, મ્યાજર છાંગા, દુધાભાઇ, શામજી ડાંગર, કાનજીભાઇ, શંભુભાઇ રબારી, કલ્પેશ મરંડ, મશરૂ રબારી, ટીડીઓ એ.જી.દેસાઇ, એસ.ઓ.સૈયદ તેમ નિંગાળ, સાપેડા, મારીંગણાના સરપંચો તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...