તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વીલ નોંધણીમાં ઘટાડો:કચ્છમાં લોકડાઉન બાદ વધવાના બદલે વસીયતનામામાં ઘટાડો

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજને બાદ કરતાં અન્ય તાલુકામાં વીલ નોંધણીમાં નિરસતા

ખમતીધર કચ્છી પ્રજામાં કોરોના મહામારી, ભૂકંપ હોય કે અન્ય કોઇ આફત હોય પરંતુ કોઇપણ પ્રકારનો ડર ન હોય તેમ લોકડાઉન બાદ રાજ્યના અન્ય મહત્વના શહેરોની જેમ સુરક્ષા કવચરૂપી વસીયત નોંધણીમાં વધારો થવાના બદલે ઘટાડો નોંધાયો છે. લોકડાઉન બાદ પોતાની સ્થાવર, જંગમ મિલકતની સુરક્ષા માટે રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોના મહામારીનો ડર પેસી ગયો હોય તેમ ન માત્ર સિનિયર સિટીઝન પરંતુ 30થી 34 વર્ષના લોકોમાં વસીયતનામા યાને વીલનું ચલણ વધી ગયું છે, જેની સામે ભુજ સિવાય કચ્છના અન્ય તાલુકામાં ઉલટી ગંગા વહે છે. વિનાશક ભૂકંપમાંથી બેઠા થયેલા કચ્છીઓમાં જાણે કોરોના મહામારીનો કોઇ ડર જ ન હોય તેમ વસીયતનામાની નોંધણીમાં ઘટાડો નોંધાયો છે.

જિલ્લા મથક ભુજની સબ રજિસ્ટ્રાર કચેરીમાં જાન્યુઆરીથી માર્ચમાં તાલુકામાંથી 60ની સામે લોકડાઉન બાદ એપ્રિલથી જુન મહિનામાં માત્ર 61 વસીયતનામાની નોંધણી થઇ હતી. ઉપરાંત ભચાઉ તાલુકામાં 6-1, ગાંધીધામ 3-0, અંજાર 10-3, લખપત 1-0, મુન્દ્રા 5-0, નખત્રાણા 3-0 અને અબડાસા તાલુકામાં જાન્યુઆરીથી માર્ચની સરખામણીએ એપ્રિલથી મે મહિનાનામાં અનુક્રમે 2-0 વસીયતનામાની નોંધણી સંબંધિત સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં કરાઇ હતી. કચ્છમાં ભૂકંપ બાદ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની વાયરો ફૂંકાતા જમીનના ભાવ ઉંચકાયા હતા જેના પગલે ખોટા વીલ વસીયતનામાના આધારે કિંમતી જમીન પચાવી પાડવાના કિસ્સા સમયાંતરે બહાર આવ્યા છે તેવી સ્થિતિમાં સબ રજિસ્ટ્રાર કચેરીએ લાંબી પ્રક્રિયામાં પડવા કરતાં અમુક લોકો નોટરી રૂબરૂ પણ વીલ કરાવતા હોવાનું કાયદાના જાણકારો જણાવી રહ્યા છે.

કાયદા મુજબ વસીયતનામામાં નોંધણી નહીં બે સાક્ષી રૂબરૂ જાહેરાત જરૂરી
કાયદા મુજબ વીલ યાને વાસીયતનામાની સબ રજિસ્ટ્રાર કચેરી કે, નોટરી રૂબરૂ નોંધણી જરૂરી નથી પરંતુ વીલ કરનાર સભાન હાલતમાં હોય અને સાદા કાગળમાં બે સાક્ષી રૂબરૂ ડેકલેરેશન કરે તો પણ તે માન્ય ગણાય. નોટરી કે, સબ રજિસ્ટ્રાર સમક્ષ નોંધણીથી અધિકૃત વ્યક્તિ સમક્ષ, સાક્ષીની હાજરીમાં વીલ કરનાર દ્વારા ડેકલેરેશન કરાયાનો આધાર રહે છે. જો સાદા કાગળ પર વીલ યાને વસીયતનામું કરાયું હોય અને તેને લઇને ભવિષ્યમાં કોઇ તકરાર ઉભી થાય અને તે મુ્દે બે પૈકી કોઇ એક સાક્ષી અદાલતમાં હાજર રહી શાખ પૂરાવે તો તે વીલ પૂરવાર થયેલું ગણાય. > અવનિશ જે. ઠક્કર (એડવોકેટ એન્ડ નોટરી)

કોરોના કેસ વધતાં વસીયત નોંધણીમાં જુનમાં મહંદઅંશે વધારો
સત્તાવાર માહિતી મુજબ એપ્રિલ-મે મહિનાની સરખામણીએ ભુજ સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાં મહદઅંશે ગતિ આવી હોય તેમ જુન મહિનામાં ભુજમાં સૌથી વધુ 30, ભચાઉ, નખત્રાણા, અબડાસામાં 1-1, ગાંધીધામ 4, માંડવી 2, અંજાર 5 અને મુન્દ્રા તાલુકામાં 8 લોકોએ વસીયતનામું યાને વીલની સબ રજિસ્ટ્રાર કચેરીએ નોંધણી કરાવી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો