તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં ભારે રોષ:બાંડીયામાં વીજ કરંટથી યુવાનનું મોત : હરીપરમાં યુવક દાઝી જતાં સારવાર તળે

ભુજ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પવનચક્કીને કારણે મોતનો આ ત્રીજો બનાવ: લોકોમાં ભારે રોષ

કચ્છમાં પવનચક્કીના ગંભીર પરિણામો સામે આવી રહયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પવનચક્કીના વીજ પોલના વાયરો પશુ પક્ષી અને માનવ જીંદગી માટે ઘાતક સાબીત થઇ રહયા છે. તાજેતરમાં માંડવી તાલુકાના ગઢશીશા અને ઉનડોટ બે યુવાનોના મોત બાદ અબડાસા તાલુકાના બાંડિયામાં પવનચક્કીના જીવતા વાયરે યુવકનો ભોગ લીધો છે, તો અન્ય એક બનાવમાં નખત્રાણાના હરીપર ગામે પવનચક્કીના વીજ વાયરથી યુવાન દાઝી જતાં તેને સારવાર હેઠળ ખસેડાયો હતો. મોતના બનાવથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ અબડાસાના બાડીયા ગામની સીમમાં શુક્રવારે સાવારે 6 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. બાંડીયા ગામે રહેતા હતભાગી ઈકબાલ જુસબ સોરા (ઉ.વ.20) નામના યુવાનને પવનચક્કીના થાંભલા પર વીજશોક લાગતા ગંભીર રીતે દાઝી ગયો હતો. જેને નખત્રાણા બાદ ભુજ જી.કે.માં સારવાર માટે ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન શનિવારે સવારે મોત નિપજ્યું હતું. નલિયા પોલીસ અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી છે. તો, બીજી તરફ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ બાંડીયા ગામની સીમમાં ગુરૂવારે છોકરાઓની ક્રિકેટ મેચ હતી.

રાત્રે પવનચક્કીમાં યુવકો રોકાઇ ગયા હતા. દરમિયાન સવારે હતભાગી ઈકબાલ વીજ પોલ પર ચડ્યો હોવાનું અને બાદમાં તે જીવતા વાયરના સંપર્કમાં આવી જતાં તે ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું બહાર આવ્યું છે જો કે, નલિયા પોલીસ યુવાન વીજ પોલ પર શા માટે ચડ્યો હતો તે દીશામાં તપાસ કરી રહી છે.

તો બીજી તરફ નખત્રાણા તાલુકાના રવાપર ગામે રહેતા ગુલહશન ઈશાક શેખ (ઉ.વ.29) નામનો યુવાન હરીપર ગામે ચાલતા પવનચક્કીના કામકાજ દરમિયા ચાલુ વીજ વાયરને અડી જતા કરંટ લાગતાં સારવાર માટે નખત્રાણા બાદ ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલેખનીય છે કે, આ પવનચક્કીએ પશુ-પક્ષી ઉપરાંત ત્રણ માનવ જીંદગીને ભરખી ગઇ છે. ત્યારે લોકોમાં પવનચક્કી સામે ભારે આક્રોષ છે પરંતુ તંત્ર દ્વરા કોઇ જ નકર કાર્યવાહી કરાતી નથી.

વળતરના મુદે પણ ખેડૂતોમાં અસંતોષ
કચ્છમાં પુષ્કળ પવનચકકીઓ આવી રહી છે. સામે તેને કારણે વન્ય જીવોનો નાસ સાથે પર્યાવરણને નુકશાન થઇ રહયું છે. તો, આ બાબતે ખેડૂતોએ અનેકવાર આવેદનપત્રો આપીને આક્રોષ તંત્ર વ્યક્ત કરવામાં આવ્યો છે. જમીન કે, ખેતરમાં વીજ પોલ ખડા કરી કંપની દ્વારા પડતર માટે પણ ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો