દુર્ઘટના:વાયોરની કંપનીમાં કામ કરતા આધેડનું મોત

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકાના વાયોર ગામે આવેલી અલ્ટ્રાટેક કંપનીની લેબર કોલોનીમાં રહેતા ઝારખંડના આધેડનું મોત નિપજ્યું હતું. ઝારખંડના પશ્ચિમસિંગ જિલ્લાના જોરાપોખર ગામના વતની રાજેન્દ્ર રામચંદ્ર ભગ્તી રાત્રે પોતાના રૂમમાં સુઇ ગયા હતા, જો કે સવારે તેમની આંખ ખુલી ન હતી, બિમારીના કારણે કુદરતી મોત થયું હોવાનું તારણ કાઢી વાયોર પોલીસે અકસ્માત મોતની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાયોર પોલીસે આસપાસમાં રહેતા લેબરોની પુછપરછ કરી હતી અને હતભાગીને કોઇ બિમારી છે કે નહીં તેની તપાસ કરી હતી. ઓચિંતા અવસાનથી મૃતકના પરિજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...