તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખડીરના ગઢડામાં રોગચાળો:20 દિવસમાં 80 ઘેટાં-બકરાના મોત

કકરવાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોજ ત્રણથી ચાર પશુઅો મોત ને ભેટી રહ્યાં છે
 • ગુરૂવાર સિવાય પશુચિકિત્સકને બોલાવાય તો કહે છે કે ‘ મારી પાસે સમય નથી’

ગત વર્ષે ચોમાસા બાદ કચ્છના અનેક ભાગોમાં પશુઅોમાં રોગચાળો ફાટી નિકળ્યો હતો. તેવામાં હવે ખડીરના ગઢડા વિસ્તારમાં ફરી ઘેટાં-બકરામાં રોગચાળો ફાટી નિકળ્યો છે. અહીં ટપોટપ અા પશુઅો મોતને ભેટી રહ્યાં છે. ભચાઉ તાલુકાના ખડીરના ગઢડા ખાતે છેલ્લા 20 દિવસથી ઘેટા-ંબકરાના મોત થઇ રહ્યા છે. ચોંકાવનારી વાત અે છે કે અા નાના ગામમાં રોજ 3થી4 પશુઅો મોતને ભેટી રહ્યાં છે. અાટલા દિવસમાં અંદાજે 80 જેટલા ઘેટાં-બકરાના મોત થઇ ગયા છે.

અા અંગે ગઢડા જૂથ ગ્રામ પંચાયતના સભ્ય વાલાભાઇ સોનારાઅે જણાવ્યું હતું કે, અહીં 20 દિવસથી રોગચાળો ફેલાયો છે. રાપરના પશુ ચિકિત્સક માત્ર ગુરૂવારે અહીં મુલાકાતે અાવે છે. અન્ય દિવસે ફોન કરવામાં અાવે તો તેઅો ‘ મારી પાસે સમય નથી’ તેવો જવાબ અાપી દે છે ! ઘટાં-બકરાની અંદાજે રૂા. 6થી 10 હજારની કિંમત હોય છે. અા રોગચાળામાં પશુઅોનુ ગળુ પકડાઇ જાય છે. અને 24 કલાકમાં જ અબોલ પશુઅો રીબાઇ-રીબાઇને મરી જાય છે. પોતાની નજર સામે માલધારીઅો પશુઅોને મરતા જોઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો