સંવેદનશીલતા:મૃત્યુ પામેલા પાકિસ્તાની માછીમારના મૃતદેહને વતન મોકલાયો, ભુજમાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 2017માં કચ્છના દરિયામાં માછીમારી કરતા કોસ્ટગાર્ડે પકડતા જે. આઇ.સી.માં રખાયો હતો
  • પાક. નાગરીકની જૂનમાં તબીયત લથડતા જી. કે. જનરલમાં ખસેડાયા બાદ મોતને ભેટયો હતો

2017માં ભારત-પાકિસ્તાન સરહદની ભારતીય બાજુએ કોસ્ટ ગાર્ડ્સ દ્વારા ભારતીય પાણીમાં પકડાયેલા પાકિસ્તાની માછીમારને ભુજના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર (જે.અાઇ.સી)માં રાખવામાં અાવ્યો હતો. 50 વર્ષીય અમીર હમઝા 13 જૂનના ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો. તેમના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે જામનગરની ગુરુ ગોવિંદ સિંહ સરકારી જનરલ હોસ્પિટલ (GG હોસ્પિટલ) ખાતે લઈ જવામાં આવ્યો હતો.

પરંતુ હોસ્પિટલમાં મોર્ગ ભરેલો હોવાથી, અમીરનો મૃતદેહ ભુજ પરત લાવવામાં આવ્યો હતો અને જીકે જનરલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો,પ્રાપ્ત વિગતો મુજબ, કચ્છની સરહદે કોસ્ટગાર્ડે પાણીમાં માછીમારી કરતા પકડેલા પાકિસ્તાની માછીમાર અમીર હમઝાની તબીયત લથડતા તેને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ગુજરાત સરકારે જારી કરેલા ડેથ સર્ટિફિકેટમાં તેના મૃત્યુની નોંધણીની તારીખ 9 સપ્ટેમ્બર તરીકે કરાઇ છે, પરંતુ હમઝાનું મૃત્યુ 13 જૂને થયું હતું, એવું જ પ્રમાણપત્ર કહે છે.

નશ્વર અવશેષો ચાર મહિના પછી 15 સપ્ટેમ્બરે પરત મોકલવામાં આવ્યા હતા. તેમનો મૃતદેહ વાઘા બોર્ડરથી 1,200 કિલોમીટર દૂર કરાચીમાં તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો.ભુજના એસપી સૌરભ સિંહે કહ્યું કે આવા કેસો માટે એક નિર્ધારિત પ્રક્રિયા છે. આ મામલો રાજ્યના ગૃહ મંત્રાલય પાસે ઉઠાવવો પડશે, જે તેને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમક્ષ ઉઠાવે છે. બાદમાં વિદેશી દેશ સાથે આ મુદ્દો ઉઠાવે છે, જે વ્યક્તિને ઓળખવા અને તેને/તેણીને પાછા લેવાની પોતાની પ્રક્રિયાને અનુસરે છે. સિંહે કહ્યું કે હમઝા 15 સપ્ટેમ્બરે પંજાબની વાઘા બોર્ડર પર પાકિસ્તાન સત્તાવાળાઓને સોંપવામાં આવ્યો હતો. અમુક કિસ્સાઓમાં તો અંતિમ સંસ્કાર ભારતમાં જ થયા છે.

ભારતીય જેલમાં 90 પાકિસ્તાની, પાક.માં 500 ભારતીયો
પાકિસ્તાન ફિશરફોક ફોરમના જનરલ સેક્રેટરી સઈદ બલોચે અેક માધ્યમને જણાવતા કહ્યું હતું કે, તેઓને એક ક્લિપિંગ દ્વારા ખબર પડી હતી કે ભારતીય જેલમાં એક માછીમારનું મોત થયું છે. “તે પછી નશ્વર અવશેષો મેળવવા માટે પત્રવ્યવહાર શરૂ કર્યો. પ્રક્રિયાને બંને તરફથી ઝડપી બનાવી શકાય છે, ”તેમણે કહ્યું કે ભારતીય જેલમાં 90 પાકિસ્તાની માછીમારો અને પાકિસ્તાનમાં 500 ભારતીયો છે. “અહીંની સમગ્ર પ્રક્રિયામાં વ્યક્તિની ઓળખ જાણવા માટે ઘણો સમય લાગે છે. હમઝા બંગાળી ઇમિગ્રન્ટ હતો અને તેથી તેની પાસે પાકિસ્તાની ઓળખ કાર્ડ પણ નહોતું. હમઝા એક ગરીબ પરિવારમાંથી હતો અને દફનનો ખર્ચ ઉઠાવી શકતો ન હતો. તેમના ત્રણ પુત્રો માછલી પકડવા દરિયામાં હોવાથી અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શક્યા ન હતા.

પાકિસ્તાન ગૃહ મંત્રાલયે લાહોર જેલને સૂચના અાપી
વાઘા બોર્ડરથી અમીર હમઝાનો મૃતદેહને ક્રોસઓવર કરવા માટે પાકિસ્તાન સરકારે હમઝાના નામે ઇમરજન્સી પાસપોર્ટ જારી કર્યો હતો. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે લાહોરમાં જેલ વિભાગને લખ્યું કે લાશને કરાંચી લઈ જવા માટે એમ્બ્યુલન્સ ઓપરેટરને સોંપવામાં આવે. અેક અખબારને મૃતકના પુત્રવધુ રઝીયા જાફરે જણાવ્યું હતું કે, અમને તેના મૃત્યુ વિશે માત્ર એક મહિના પહેલા જ ખબર પડી. સરકાર તરફથી અમારા ઘરે આવીને પૂછ્યું કે શું અમે અમીર હમઝા સાથે સંકળાયેલા છો, જેથી કહ્યું હતું કે, ચાર વર્ષ પહેલા તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં તેના જેવા અન્ય લોકો પણ છે.

અન્ય સમાચારો પણ છે...