તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ તથા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે ભુજ પોલીસ તાલીમ ભવન ખાતે મિશન ખાખી કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ગુજરાત પોલીસ દળ દ્વારા પોલીસ સબ ઈન્સપેકટર, ઈન્ટેલીજસ ઓફિસર અને મદદનીશ સબ ઈન્સ્પેકટર (હથિયાર, બિન હથિયારધારી) ની કુલ 431 મહિલાઓની ભરતી થવાની છે.તેમાં કચ્છ જિલ્લાની 50 ઉપરાંત દીકરીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું તેમજ કચ્છ મહિલા કચેરીના ફેસબુક લાઈવ પર અન્ય ભરતી માટે અરજી કરનાર દીકરીઓએ પણ “મિશન ખાખી” કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે પોલીસ અધિક્ષક સૌરભસિંઘે જણાવ્યું હતું કે, “કોઇપણ જગ્યાની ભરતી માટે અરજી કરીએ ત્યારે તેનું લક્ષ્ય અને મહત્વ તેમજ ઉપયોગિતા સમજવી અગત્યનું છે.
સમાજમાં પ્રજા સાથે સુરક્ષા સેતુ બનાવી શકીએ. પ્રજા અને જાહેર મિલકતની રક્ષા, કાયદાનો અમલ કરાવવો એ પોલીસની કામગીરી છે. પોલીસે ઘટના કે ગુનામાં પીડિતનો વિશ્વાસ સંપાદન કરવો જરૂરી છે
મહિલાઓની સુરક્ષા માટે આજથી ભુજ શહેરમાં કાર્યરત થતી વીરાંગના સ્પેશીયલ સ્કવોડની આઠ જાંબાજ મહિલાઓને પણ શ્રી સિંઘે આ વેળાએ બિરદાવી હતી અને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ કચેરીના અધિકારી અવનીબેન રાવલે ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે તૈયારી કરનાર મહિલાઓ માટે મિશન ખાખી કાર્યક્રમ મદદરૂપ થવાનું જણાવ્યું હતુંઆ પ્રસંગે પશ્ચિમ કચ્છના ડેપ્યુટી એસ.પી. બી.એમ.દેસાઇ, આર.એસ.આઇ. એસ.એમ.ચૌહાણ, માંડવીના પી.એસ.આઇ.શ્રી મયુરભાઇ પટેલ, મદદનીશ સબ ઈન્સ્પેટકરશ્રી શિવદીપસિંહ જાડેજા વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.